શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસમાં NCB એક્શનમાં, શૌવિક ચક્રવર્તી અને સેમ્યૂઅલ મિરાંડાને કસ્ટડીમાં લીધા
એનસીબીએ આજે સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રહેલી રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તીને કસ્ટડીમાં લઇ લીધા છે. આ ઉપરાંત એનસીબીએ આજે સુશાંતના હાઉસ મેનેજર રહેલા સેમ્યૂઅલ મિરાંડાને પણ કસ્ટડીમાં લીધો છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી નારકૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ મોટી એક્શન લીધી છે. એનસીબીએ આજે સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રહેલી રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તીને કસ્ટડીમાં લઇ લીધા છે. આ ઉપરાંત એનસીબીએ આજે સુશાંતના હાઉસ મેનેજર રહેલા સેમ્યૂઅલ મિરાંડાને પણ કસ્ટડીમાં લીધો છે.
સવારથી ચાલી રહ્યું હતુ સર્ચ ઓપરેશન
આજે સવારે 6.30-6.45 ની વચ્ચે એનસીબીની ટીમ સેમ્યૂઅલ મિરાંડા અને રિયા-શૌવિક ચક્રવર્તીના ઘરે પહોંચી હતી. સવારથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં બે ટીમ રિયાના ઘરે આવી હતી, અને એક ટીમ સેમ્યૂઅલ મિરાંડાના ઘરે પહોંચી હતી. એનસીબીની ટીમે લગભગ 3.30 કલાકની પુછપરછ બાદ સેમ્યૂઅલ મિરાંડાને કસ્ટડીમાં લઇ લીધો હતો. વળી, રિયાના ભાઇ શૌવિકની લગભગ 4 કલાકની પુછપરછ થયા બાદ એનસીબીની ટીમ પોતાની સાથે લઇ ગઇ હતી.
શૌવિકના ત્યાંથી મળ્યા ઇલેક્ટ્રૉનિક્સ ડિવાઇસીસ
શૌવકના ત્યાંથી એનસીબીને કેટલાક ઇલેક્ટ્રૉનિક્સ ડિવાઇસીસને પોતાના કબજામાં લઇ લીધા છે, અને આ ઉપરાંત એક ડાયરી પણ મળી છે, જેના વિશે કહેવામાં આવી રહ્યુ છે કે આમાં ડ્રગ્સ પેડલર્સ કે ડ્રગ્સ માફિયા સાથે સંબંધિત કેટલાક નામ મળી શકે છે.
રિયા-શૌવિક-મિરાંડાની ચેટથી થયો ખુલાસો
રિયાની પોતાના ભાઇ શૌવિક અને સુશાંતનો હાઉસ મેનેજર રહી ચૂકેલા સેમ્યૂઅલ મિરાંડાની વચ્ચે થયેલી એક ચેટ મળી છે, જેમાં રિયા ડ્રગ્સ સાથે જોડાયેલી વાતો કરતી દેખાઇ રહી છે. જોકે, આ ચેટમાં સુશાંતનુ સીધુ નામ ન હતુ પણ મનાઇ રહ્યુ છે કે આ ડ્રગ્સને સુશાંત માટે રિયા મંગાવી રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement