શોધખોળ કરો
Advertisement
સ્ટાર એક્ટરના ભાઇ પર લાગ્યો ભત્રીજી પર યૌન શોષણ કરવાનો આરોપ, ફરિયાદ દાખલ
નવાઝુદ્દીન સિદ્દીકીની સૌથી નાના ભાઇ મિયાઝુદ્દીન સિદ્દીકી પર દિલ્હીમાં રહેનારી તેની જ 22 વર્ષની ભત્રીજીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે, આ સંબંધમાં તેને આજે દિલ્હીની જામિયા નગર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે
મુંબઇઃ બૉલીવુડના સ્ટાર એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીના પરિવાર પર એક પછી એક આફત આવી રહી છે. પહેલા નવાઝુદ્દીન સિદ્દીકીને પત્ની આલિયાએ કાયદેસરની નોટિસ મોકલીને તલાક માંગી હતી, અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. હવે કડીમાં નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઇ પર યૌન શોષણનો આરોપનો વધુ એક કેસ નોંધાયો છે.
નવાઝુદ્દીન સિદ્દીકીની સૌથી નાના ભાઇ મિયાઝુદ્દીન સિદ્દીકી પર દિલ્હીમાં રહેનારી તેની જ 22 વર્ષની ભત્રીજીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે, આ સંબંધમાં તેને આજે દિલ્હીની જામિયા નગર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે.
આ ફરિયાદને લઇને જ્યારે એબીપી ન્યૂઝે પીડિતાનો સંપર્ક કર્યો તો તેને આના પર વિસ્તારથી વાતચીત કરી હતી. તેને કહ્યું કે, જ્યારે મારી ઉંમર 9 વર્ષની હતી ત્યારે મારા કાકાએ મારી સાથે ખોટુ કામ કર્યુ (યૌન શોષણ) હતુ. મારી પર ખરાબ નિયત રાખવાની શરૂઆત કરી હતી. હંમેશા મને ખરાબ રીતે અડતા હતા, પહેલા તો મને ખબર ના પડી પણ મને આ બધુ અજીબ લાગતુ હતુ. પણ મારી વાત પર મારા પપ્પા અને મારી દાદી પણ માનવા તૈયાર ન હતા. ઘરના દરેક સભ્ય આ વાતને માનવા તૈયાર ન હતા. ખરાબ વર્તનના અને મારપીટના કારણે મારી મા, મારા પિતા અને મને છોડીને ચાલી ગઇ. મોટા થયા પછી પણ મારા પિતાએ મારો ક્યારેય ખ્લાય ના રાખ્યો અને યૌન શોષણની વાત પર માન્યુ પણ નહીં.
પીડિતાએ કહ્યું કાકા દ્વારા મારી સાથેની ખરાબ હરકતો અને યૌન શોષણનો સિલસિલો મારી ઉંમર 18 વર્ષની થઇ ત્યાં સુધી ચાલ્યો. ઉત્તર પ્રદેશના પૌતુક ગામ બુઢાણાથી લઇને, મારી ફોઇનુ દેહરાદૂન સ્થિત ઘર અને દિલ્હીના ઘરમાં પણ કાકાએ મારી સાથે ખરાબ રીતે અડાઅડ કરી અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.
પીડિતાએ કહ્યું કે સપ્ટેમ્બર 2017ના દિવસે કાકાએ તમામ હદો પાર કરવાની કોશિશ કરી, અને યૌન સંબંધ રાખવા માટે જબરદસ્તી કરી હતી. તે સમયે મને મારી પણ હતી. મારા પેટમાં ગંભીર ઇજા થઇ હતી, તેની તસવીરો હાલ પણ મારી પાસે છે. જ્યારે આ ઘટના થઇ ત્યારે હું 18 વર્ષની થઇ ચૂકી હતી.
પીડિતાએ આ કિસ્સામાં મોટા પપ્પા નવાઝુદ્દીન સિદ્દીકીને પણ ફરિયાદ કરી હતી, પણ તેમને કહ્યું કે આવુ ના થઇ શકે, તે તારા કાકા છે. પીડિતાએ કહ્યું કે આ બાબતે મોટા પપ્પાએ મારી વાત માની નહી અને ચુપ રહેવાની સલાહ આપી હતી.
પીડિતાએ કહ્યું કે, મારી માએ લવ મેરેજ કર્યુ હતુ, અને તેને ઘરમાં ક્યારેય ઇજ્જત ના મળી, પરંતુ વાતવાતમાં ઘરવાળાઓના તાનાવાના મળ્યા, બેઇજ્જતી મળી અને મારામારીનો શિકાર થવુ પડ્યુ હતુ. આ બધા કારણોસર મારી મા ઘર છોડીને ચાલી ગઇ હતી. તે સમયે હું માત્ર 2 વર્ષની હતી. બાદમાં બીજા લગ્ન કર્યા અને ફરીથી બાળક થયા બાદ પિતાએ મારી ક્યારેય સંભાળ લીધી ન હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion