શોધખોળ કરો

રાજકીય સન્માન સાથે આજે થશે પંડિત જસરાજના અંતિમ સંસ્કાર, ફેન્સ જોઇ શકશે લાઇવ પ્રસારણ

ફેસબુક પર આર્ટ એન્ડ આર્ટિસ્ટ્સ અને દુર્ગા જસરાજ, સાંરંગ દેવ, મધુરા જસરાજ અને પંડિત જસરાજ ફેન્સના પેજ પર આ લાઇવ પ્રસારણ બપોરે બે વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી થશે

નવી દિલ્હીઃ શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક પંડિત જસરાજની ગુરુવારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર વિધિ શશે. તેમની અંત્યેષ્ટિ સોશ્યલ મીડિયાના કેટલાય પ્લેટફોર્મ પર લાઇવ થશે. ફેસબુક પર આર્ટ એન્ડ આર્ટિસ્ટ્સ અને દુર્ગા જસરાજ, સાંરંગ દેવ, મધુરા જસરાજ અને પંડિત જસરાજ ફેન્સના પેજ પર આ લાઇવ પ્રસારણ બપોરે બે વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી થશે. આ દરમિયાન રાજકીય સન્માન તરીકે સંગીત માર્તંડ પંડિત જસરાજનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટવામાં આવશે. પછી રાઇફલ્સથી 21 ગોળીઓ ફાયર કરીને રાજકીય સન્માન આપવામાં આવશે. આ પછી પંડિત જસરાજના પાર્થિવ શરીને વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાન લઇ જવાશે. ઉલ્લેખનીય છે કે, પંડિત જસરાજનુ પાર્થિવ શરૂર બુધવારે મુંબઇ લાવવામાં આવ્યો છે. જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું અમેરિકાના ન્યૂજર્સી ખાતે 17 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતા. પંડિત જસરાજના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. પંડિત જસરાજનો જન્મ 28 જાન્યુઆરી, 1930ના રોજ હિસારમાં થયો હતો. પંડિતજીના પિતા મોતીરામ પણ શાસ્ત્રીય ગાયક તરીકે જાણીતા હતા. પરિવારમાં જ સંગીતનું વાતાવરણ પામેલા પંડિતજીએ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે આરંભે તબલાવાદક તરીકે તાલીમ મેળવી હતી. પંડિતજીના પત્ની મધુરા જાણીતા ફિલ્મ નિર્દેશક વ્હી. શાંતારામના પુત્રી છે. પંડિતજીના પુત્ર સારંગદેવ અને પુત્રી દુર્ગા પણ સંગીત, અભિનય અને એન્કરિંગ ક્ષેત્રે જાણીતા છે. તેમને પદ્મ વિભૂષણ, પદ્મશ્રી, પદ્મ ભૂષણ સહિત અનેક એવોર્ડ મળ્યા છે. ગાયત્રી મંત્ર, શિવ ઉપાસના, હવેલી સંગીત, બૈજુ બાવરા, નમઃ શિવાય, ગાયત્રી, ગોવિંદ દામોદરા માધવેતી, નમઃશિવાય, હનુમાન રક્ષા કવચ, ભક્તામર સ્ત્રોત તેમના જાણીતા આલ્બમ છે. નાસાના ખગોળવિદ્ય અને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનૉમિકલ યૂનિયન (IAU)ના અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ 13 વર્ષ પહેલા શોધેલા એક ગ્રહનું નામ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નામ પર રાખ્યુ છે. આ સન્માન મેળવનારા પંડિત જસરાજ પહેલા ભારતીય સંગીતકાર હતા.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget