શોધખોળ કરો

pathaan: શાહરૂખ ખાનની પઠાણને લઇને દિલ્હી હાઇકોર્ટનો આદેશ, OTT રીલિઝ અગાઉ કરવા પડશે નવા ફેરફાર

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ને લઈને દિલ્હી હાઈકોર્ટે નવો આદેશ આપ્યો છે

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ને લઈને દિલ્હી હાઈકોર્ટે નવો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે પઠાણ માટે નિર્માતા યશ રાજ ફિલ્મ્સને ફિલ્મની OTT રિલીઝ માટે ઘણા નવા ફેરફારો કરવા પડશે. કોર્ટે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.

પઠાણમાં આ ફેરફારો થશે

દિલ્હી હાઈકોર્ટે ફિલ્મના નિર્માતાને નિર્દેશ આપ્યો છે કે તેઓ 'પઠાણ'ની ઓટીટી રિલીઝ માટે હિન્દી ભાષાની દેવનાગરી લિપિમાં ઓડિયો વર્ણન, ક્લોઝ કૅપ્શન અને સબ-ટાઈટલ તૈયાર કરે જેથી કરીને દૃષ્ટિહીન લોકો ફિલ્મને માણી શકે. આ કર્યા પછી કોર્ટે નિર્માતાઓને ફરીથી પ્રમાણપત્ર માટે CBFC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને ફિલ્મ સબમિટ કરવા પણ કહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે યશરાજ ફિલ્મ્સને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે, આ માર્ગદર્શિકા પઠાણની થિયેટર રિલીઝ માટે નથી. આ માત્ર OTT રિલીઝ માટે છે. દિલ્હી હાઈકોર્ટે પ્રોડક્શન હાઉસને ફિલ્મમાં કેટલાક નવા તત્વો ઉમેરવા માટે પણ કહ્યું છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ પઠાણના નિર્માતાઓએ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ 'પઠાણ'ને પણ OTT રિલીઝ પહેલા ફરીથી પ્રમાણપત્ર માટે CBFCને મોકલતા પહેલા જરૂરી પગલાં લેવા પડશે. મેકર્સ દ્વારા તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું ત્યારથી પઠાણ ચર્ચામાં છે. તે પછી ફિલ્મનું ગીત 'બેશરમ રંગ' આવ્યું અને દરેક જગ્યાએ હંગામો મચાવી દીધો.

બેશરમ રંગ ગીત પર હોબાળો થયો હતો

ફિલ્મના ગીત 'બેશરમ રંગ'માં અભિનેત્રી દીપિકા પાદુકોણે કેસરી રંગની બિકીની પહેરી હતી. બિકીનીના રંગ સામે વાંધો ઉઠાવતા કેટલાક વર્ગના લોકોએ ફિલ્મનો વિરોધ પણ કર્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ તેનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે સીબીએફસીએ પણ નિર્માતાઓને ફિલ્મના કેટલાક સંવાદો અને દ્રશ્યોમાં સુધારો કરવા કહ્યું છે.

એવું માનવામાં આવે છે કે ફિલ્મ 'પઠાણ'ને રિલીઝ પહેલા અને પછી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે, શાહરૂખ ખાનની આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'પઠાણ'માં દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget