શોધખોળ કરો

Film Pathaan Leaked : રિલીઝ પહેલા જ ફિલ્મ પઠાણ લીક થઈ ગઈ? શાહરૂખને જોરદાર ઝાટકો!!!

હવે જે લોકો ફિલ્મ જોવા માટે ઇચ્છુક હતા તેઓ હવે ઘરે બેસીને જ ફિલ્મ જોઈ શકે છે અને તેની અસર ફિલ્મની કમાણી પર પડી શકે છે.

Pathaan Leaked Online: શાહરૂખ ખાનની પુનરાગમન ફિલ્મ શરૂઆતથી જ વિવાદાસ્પદ બની છે. હવે ફિલ્મ 'પઠાણ'ને સિનેમાઘરોમાં રિલીઝ થવાને થોડા કલાકો બાકી છે. આ ફિલ્મ આવતીકાલે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે, પરંતુ તાજેતરમાં સામે આવેલા અહેવાલોને કારણે ફિલ્મના નિર્માતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ફિલ્મ પઠાણ થિયેટરમાં રિલિઝ થાય તે પહેલા જ ઓનલાઈન પ્લેટ્ફોર્મ પર લીક થઈ ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. 

Zoom TVના રિપોર્ટ અનુસાર, Tamilrockers, Filmy4wap, Filmyzilla, Mp4movies, Pagalworld અને Vegamovies જેવી વેબસાઇટ્સ પર શાહરૂખ ખાનની 'પઠાણ' રિલીઝ પહેલા લીક થઈ ગઈ છે.

મેકર્સની ઊડી ઊંઘ

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વેબસાઈટ પર 'પઠાણ' ફિલ્મની એચડી પ્રિન્ટ ઉપલબ્ધ છે. હવે જે લોકો ફિલ્મ જોવા માટે ઇચ્છુક હતા તેઓ હવે ઘરે બેસીને જ ફિલ્મ જોઈ શકે છે અને તેની અસર ફિલ્મની કમાણી પર પડી શકે છે. ફિલ્મ ઓનલાઈન લીક થવાના સમાચારે મેકર્સની ચિંતા વધારી દીધી છે. ટ્રેડ એક્સપર્ટ્સનું પણ માનવું છે કે, જો ફિલ્મ ઓનલાઈન લીક થશે તો તેની બોક્સ ઓફિસના આંકડા પર ખાસ અસર પડશે. જે વેબસાઈટ પર ફિલ્મ લીક થઈ છે તેની સામે મેકર્સ કડક કાર્યવાહી કરી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' રિલીઝ થવાની તૈયારીમાં છે. વર્ષ 2023ની બહુપ્રતિક્ષિત ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પઠાણના શોનું એડવાન્સ બુકિંગ રિલીઝ પહેલા જ શરૂ થઈ ગયું છે. ચાહકો શાહરૂખની ફિલ્મ જોવા ધડાધડ શો બુક કરી રહ્યા છે. પરંતુ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ લીક થઈ જતા હોબાળો મચી જવા પામ્યો છે.

હા, કેટલીક વેબસાઇટ્સ એવી છે જે શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણને રિલીઝ પહેલા જ સ્થાનિક વેબસાઇટ પર ફ્રીમાં બતાવવાનો દાવો કરી રહી છે. એટલે કે આ વેબસાઈટ દાવો કરી રહી છે કે ફિલ્મ લીક થઈ ગઈ છે. જો સૂત્રોનું માનીએ તો આ તે લોકોનું કામ છે જેઓ એસઆરકેની ફિલ્મ પઠાણને રિલીઝ થતી રોકવા માગે છે. આ કામ એ લોકોનું છે જેઓ શરૂઆતથી જ ફિલ્મ 'પઠાણ'ને એક યા બીજા વિવાદમાં ઢસડી રહ્યા હતાં.

મળતી માહિતી મુજબ, Tamilrockers, Filmi4wap, Filmyzilla, Mp4movies, Pagalworld, Vegamovies જેવી કેટલીક ગેરકાયદેસર વેબસાઈટ ફિલ્મ 'પઠાણ'ને રિલીઝ પહેલા જ તેમના પ્લેટફોર્મ પર ફ્રીમાં બતાવવાનો દાવો કરી રહી છે. જ્યારે કોઈપણ વેબસાઈટ માટે આવું કરવું ગેરકાયદેસર છે.

પઠાણના ગીત બેશરમ રંગના રિલીઝ થતા જ, 'ભગના બિકીની વિવાદ' શરૂ થયો હતો. ત્યારબાદ ફિલ્મનું ટ્રેલર તેની રિલીઝ પહેલા લીક થઈ ગઈ અને હવે આખી ફિલ્મ ઓનલાઈન ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવે છે. આ સમાચાર નિર્માતાઓ માટે ખૂબ જ આફત સાબિત થઈ શકે છે, પરંતુ શાહરૂખ ખાનના ચાહકોને આશા છે કે આ માત્ર અફવાઓ છે! મેકર્સ હવે આ નવી સમસ્યાનો કેવી રીતે સામનો કરશે અને શાહરૂખ ખાન શું પગલાં લેશે, તે ટૂંક સમયમાં જ સામે આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણીPatan Ragging Case:પાટણ રેગિંગ કેસને લઈને મોટા સમાચાર, આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી...’Vadodara Murder Case | હત્યારા બાબરને સાથે રાખીને પોલીસે કર્યું ઘટનાનું રિકન્ટ્રક્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
Health Tips: 30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં વધી જાય છે આ બીમારીનો ખતરો, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી રહો સ્વસ્થ
Health Tips: 30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં વધી જાય છે આ બીમારીનો ખતરો, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી રહો સ્વસ્થ
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
Embed widget