Vikram Gokhale Demise: દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના
PM Modi reaction on Vikram Gokhale Demise: ભારતીય રંગભૂમિ અને સિનેમાના દિગ્ગજ કલાકાર વિક્રમ ગોખલેના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને અનેક રાજકીય હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.
PM Modi reaction on Vikram Gokhale Demise: ભારતીય રંગભૂમિ અને સિનેમાના દિગ્ગજ કલાકાર વિક્રમ ગોખલેના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને અનેક રાજકીય હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Vikram Gokhale Ji was a creative and versatile actor. He will be remembered for many interesting roles in his long acting career. Saddened by his demise. Condolences to his family, friends and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) November 26, 2022
ગોખલેનું શનિવારે 77 વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા દિવસોથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. સંબંધીઓના જણાવ્યા અનુસાર, ગોખલેનું શનિવારે મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર ના કારણે મૃત્યુ થયું હતું.
પીએમ મોદીએ આ રીતે પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી
પીઢ અભિનેતાના નિધનના સમાચાર મળતા જ ફિલ્મ જગતથી લઈને રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “વિક્રમ ગોખલેજી એક રચનાત્મક અને બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા હતા. તેમની લાંબી અભિનય કારકિર્દી દરમિયાન તેમણે ભજવેલી ઘણી રસપ્રદ ભૂમિકાઓ માટે તેમને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.''
'તુમ બિન' થી Vikram Gokhale ને મળી હતી શાનદાર ઓળખ
બોલિવૂડ એક્ટર વિક્રમ ગોખલેનું નિધન થયું છે. આજે વિક્રમ ગોખલેએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 5 નવેમ્બરથી પુણેની પંડિત દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. વિક્રમ ગોખલેએ સોથી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના દમદાર અભિનય અને ડાયલોગ ડિલિવરી માટે તેઓ જાણીતા હતા. અભિનેતા વિક્રમ ગોખલેને વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ 'તુમ બિન'થી જબરદસ્ત લોકપ્રિયતા મળી. કરિયરની વાત કરીએ તો સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની સુપરહિટ ફિલ્મ 'હમ દિલ ચૂકે સનમ' માટે લોકો આજે પણ વિક્રમ ગોખલેને ઓળખે છે.
વિક્રમ ગોખલે ફિલ્મી પરિવારમાંથી છે
વિક્રમ ગોખલે માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં પરંતુ મરાઠી થિયેટર ટીવીમાં પણ લોકપ્રિય અભિનેતા રહ્યા છે. તેમનો જન્મ 14 નવેમ્બર 1945ના રોજ એક ફિલ્મી પરિવારમાં થયો હતો. ગોખલે મરાઠી થિયેટર અને ફિલ્મ કલાકાર ચંદ્રકાંત ગોખલેના પુત્ર છે. તેમના પરદાદી દુર્ગાબાઈ કામત ભારતીય પડદાની પ્રથમ મહિલા અભિનેત્રી હતા. તે જ સમયે, તેમની દાદી કમલાબાઈ ગોખલે ભારતીય સિનેમાની પ્રથમ મહિલા બાળ કલાકાર હતા.
ઐશ્વર્યાના પિતાની ભૂમિકામાં વધુ પ્રખ્યાત થયા
વિક્રમ ગોખલેએ સેંકડો હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેઓ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં ઐશ્વર્યાના પિતાની ભૂમિકામાં વધુ પ્રખ્યાત થયા હતા. તેણે ગુસ્સાવાળા, રૂઢિચુસ્ત અને કડક પિતાની ભૂમિકા ભજવી હતી જેને લોકો આજે પણ યાદ કરે છે. આ સિવાય તુમ બિન ફિલ્મમાં વિક્રમ ગોખલેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે 'ભૂલ ભુલૈયા પાર્ટ વન', 'હિચકી', 'નિકમ્મા', 'અગ્નિપથ' અને 'મિશન મંગલ' 'દિલ સે' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.વિક્રમ ગોખલેએ ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેણે દૂરદર્શનના પ્રખ્યાત શો 'ઉડાન'માં જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ સિવાય તેઓ સંજીવની શોમાં પણ જોવા મળ્યા હતા.