શું ઈન્ડિયા ગઠબંધનનું નામ બદલીને BHARAT રાખવામાં આવશે? શશી થરુરના એક નિવદેનથી રાજકારણ ગરમાયું
President Of Bharat Row: G-20 ડિનરના આમંત્રણ કાર્ડ પર પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે 'પ્રેસિડેન્ટ ઓફ ભારત' લખવા બદલ વિપક્ષે કેન્દ્ર સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા.
President Of Bharat Row: G-20 ડિનરના આમંત્રણ કાર્ડ પર પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે 'પ્રેસિડેન્ટ ઓફ ભારત' લખવા બદલ વિપક્ષે કેન્દ્ર સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને RJD સહિત ઘણા પક્ષો, જે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'નો ભાગ છે, તેમણે ટોણો માર્યો અને કહ્યું કે તે ગઠબંધનનું નામ ભારત રાખી શકે છે.
We could of course call ourselves the Alliance for Betterment, Harmony And Responsible Advancement for Tomorrow (BHARAT).
— Shashi Tharoor (@ShashiTharoor) September 6, 2023
Then perhaps the ruling party might stop this fatuous game of changing names.
તો કદાચ કેન્દ્ર સરકાર નામ બદલવાની રમત બંધ કરી દેશે.
AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો આપણે 'ઈન્ડિયા' ગઠબંધનનું નામ બદલીને ભારત રાખીશું તો શું તેઓ પણ ભારતનું નામ બદલી દેશે? આ દરમિયાન કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે જો તેઓ ગઠબંધનનું નામ બદલીને ભારત કરશે તો કદાચ કેન્દ્ર સરકાર નામ બદલવાની રમત બંધ કરી દેશે.
શશિ થરૂરે શું કહ્યું?
કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે જો વિપક્ષી ગઠબંધન પોતાને 'એલાયન્સ ફોર બેટરમેન્ટ, હાર્મની એન્ડ રિસ્પોન્સિબલ એડવાન્સમેન્ટ ફોર ટુમોરો' (ભારત) કહેવાનું શરૂ કરશે, તો કદાચ શાસક પક્ષ 'નામ બદલવાની સસ્તી રમત' બંધ કરી દેશે. થરૂરે મંગળવારે (5 સપ્ટેમ્બર) પણ કહ્યું હતું કે ભારતને 'ભારત' કહેવા પર કોઈ બંધારણીય વાંધો નથી, પરંતુ તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર એટલી મુર્ખ નહીં બને કે, ઈન્ડિયાનું નામ સંપૂર્ણપણે દૂર કરી દે.
આમ આદમી પાર્ટીએ શું નિવેદન આપ્યુ?
કેજરીવાલે કહ્યું,એવું કહેવામાં આવી રહ્યું છે, આવું એટલા માટે થઈ રહ્યું છેકે, અમે 'ઈન્ડિયા'ના નામ પર ગઠબંધન કર્યું છે. દેશ 140 કરોડ લોકોનો છે, કોઈ એક પક્ષનો નથી. જો 'ઈન્ડિયા' ગઠબંધન તેનું નામ બદલીને 'ભારત' કરશે તો શું તેઓ ભારતનું નામ પણ બદલી દેશે? AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા X પર લખ્યું, અમે આગામી બેઠકમાં અમારા ગઠબંધનનું નામ બદલીને ભારત રાખવા પર વિચાર કરી શકીએ છીએ. ભાજપે હવે દેશ માટે નવું નામ વિચારવાનું શરૂ કરવું જોઈએ.