RRR box office: રાજામૌલીની ફિલ્મ 'RRR'ની કમાણી વિશ્વભરમાં 700 કરોડને પાર
વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર RRRનું કલેક્શન હાલમાં રૂ. 700 કરોડને પાર પહોંચી ગયું છે, જે તેની રિલીઝના છ દિવસની કમાણી છે.
એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત તાજેતરમાં રિલીઝ થયેલ 'RRR' સ્થાનિક અને વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર RRRનું કલેક્શન હાલમાં રૂ. 700 કરોડને પાર પહોંચી ગયું છે, જે તેની રિલીઝના છ દિવસની કમાણી છે. રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
ફિલ્મને મળી રહેલા જોરદાર પ્રતિસાદ સાથે 'RRR' એ પ્રભાસ-સ્ટારર, 'બાહુબલી'ની કમાણીથી પણ આગળ નીકળી ગઈ છે, જેનું નિર્દેશન એસએસ રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું હતું. એક સમયે, પ્રભાસની 'બાહુબલી: ધ બિગનિંગ' દક્ષિણની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી, જેણે રૂ. 650 કરોડથી વધુ કમાણી કરી હતી. જોકે, 'RRR' છ દિવસમાં વિશ્વભરમાં 672 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
એસએસ રાજામૌલીની જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત RRR એ થિયેટરોમાં એક સપ્તાહ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. સાત દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. તેના સાતમા દિવસે, ફિલ્મે વિશ્વભરમાં રૂ. 30 કરોડથી વધુનું કલેક્શન કરવામાં સફળ રહી, આ રીતે કુલ કલેક્શન રૂ. 700 કરોડથી વધુ થયું છે. RRR ઈતિહાસ રચવા જઈ રહી છે.
પહેલાં વીકમાં 'RRR'ના હિંદી વર્ઝને 131.50 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ રિલીઝ થયાના સાતમા દિવસે 'RRR'એ 11.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. 'RRR'એ સાત દિવસમાં 709.36 કરોડની કમાણી કરી છે. 'RRR'ના હિંદી વર્ઝને દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહારમાં સૌથી વધુ કમાણી કરી છે. મુંબઈ સર્કિટ છેલ્લાં કેટલાંક દિવસથી અન્ડર પર્ફોર્મ કરી રહ્યું છે. જોકે, ગુજરાત-સૌરાષ્ટ્ર સર્કિટમાં ફિલ્મે સારો દેખાવ કર્યો છે.
વર્લ્ડવાઇડ કલેક્શનમાં આ ફિલ્મે 6 દિવસમાં 652 કરોડનો બિઝનેસ કર્યો હતો. સાતમા દિવસે ફિલ્મે 37.20 કરોડની કમાણી કરી છે. ફિલ્મે 'બાહુબલી'ના લાઇફટાઇમ કલેક્શન કરતાં વધુ કમાણી કરી છે. 'બાહુબલી'નું લાઇફટાઇમ કલેક્શન 650 કરોડ રૂપિયા હતું. આ રીતે રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ઈતિહાસ રચવા જઈ રહી છે.
ફિલ્મનું હિંદી વર્ઝન ડિરેક્ટર રાજમૌલિની જ પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી'નો રેકોર્ડ તોડી નાખશે. આ ફિલ્મ થોડાક જ દિવસમાં 200 કરોડથી વધુની કમાણી કરી લેશે. રાજમૌલિની ત્રીજી ફિલ્મે હિંદીમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે. આ પહેલાં 'બાહુબલી' તથા 'બાહુબલી 2'ના હિંદી વર્ઝને 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લીધી હતી. રામચરણ તથા જુનિયર NTRની પહેલી હિંદી ફિલ્મ છે, જેણે 100 કરોડથી વધુનો વકરો કર્યો છે.