Pathaanની રેકોર્ડબ્રેક સફળતાથી ‘ટાઇગર’ખુશ, શાહરૂખ ખાનને ફોન પર પાઠવ્યા અભિનંદન!
Salman Khan: 'પઠાણ' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. તે જ સમયે 'પઠાણ'ની સફળતા પર ખુશ થઈને સલમાન ખાને પણ શાહરૂખ ખાનને અભિનંદન આપ્યા છે.
![Pathaanની રેકોર્ડબ્રેક સફળતાથી ‘ટાઇગર’ખુશ, શાહરૂખ ખાનને ફોન પર પાઠવ્યા અભિનંદન! Salman Khan calls Shah Rukh Khan to congratulate him on 'Pathaan' 200 crore box office success Pathaanની રેકોર્ડબ્રેક સફળતાથી ‘ટાઇગર’ખુશ, શાહરૂખ ખાનને ફોન પર પાઠવ્યા અભિનંદન!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/27/e18664ee12deb526be4ca8b7c499cfb8167481374173781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Salman Khan Congrats SRK For Pathaan: શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર 'પઠાણ' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે 8000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મે તેના પ્રથમ દિવસે જ અંદાજે રૂ. 103 કરોડ (વિશ્વભરના આંકડા)ની કમાણી કરી હતી. જે એક જ દિવસમાં વૈશ્વિક બોક્સ ઓફિસ પર સદી ફટકારનાર પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની છે. જ્યારે ભારતમાં ફિલ્મે તેની રિલીઝના બે દિવસમાં બોક્સ ઓફિસ પર 128 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. 'પઠાણ' બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે. તે જ સમયે ફિલ્મમાં કેમિયોમાં જોવા મળેલા સલમાન ખાને પણ તેના મિત્ર શાહરૂખ ખાનને ફોન કરીને પઠાણની સફળતા પર અભિનંદન પાઠવ્યા છે.
'પઠાણ'ની સફળતા માટે સલમાન ખાને શાહરૂખને પાઠવી અભિનંદન!
મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાનના નજીકના સૂત્રએ જણાવ્યું કે સલમાન ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો અને 'પઠાણ'ની સફળતા માટે અભિનંદન આપ્યા. તે શાહરૂખ ખાનની સફળતાથી ખૂબ જ ખુશ છે અને તેને લાગે છે કે શાહરૂખ ખાનથી વધુ તેને કોઈ લાયક નથી. રિપોર્ટ અનુસાર સૂત્રએ એ પણ જણાવ્યું કે સલમાને 'પઠાણ' માટે અવિશ્વસનીય રીતે સારું કામ કરવા અને ભારતમાં 400 કરોડ રૂપિયા કમાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, પઠાણની સફળતા માટે સલમાન ખાન શાહરૂખ ખાનને અંગત રીતે મળીને પણ અભિનંદન પાઠવશે.
'પઠાણ' આદિત્ય ચોપરાની યુનિવર્સ સ્પાયનો એક ભાગ છે
'પઠાણ' આદિત્ય ચોપરાની યુનિવર્સ સ્પાયનો એક ભાગ છે. જેણે 2012માં એક થા ટાઈગરથી ડેબ્યૂ કર્યું હતું. 'પઠાણ' આદિત્ય ચોપરાની સ્પાય યુનિવર્સમાં ચોથી ફિલ્મ છે અને એક ફિલ્મથી બીજી ફિલ્મમાં પાત્રોના ક્રોસઓવરની શરૂઆત પણ કરે છે. 'પઠાણ'માં સલમાન ખાન એક કેમિયોમાં છે જે આઇકોનિક જાસૂસ ટાઇગર ઉર્ફે અવિનાશ સિંહ રાઠોડ તરીકે જોવા મળી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)