સલમાન ખાન કોઈ કૉન્સર્ટનો ભાગ નથી, ફેક ન્યૂઝ ફેલાવનારાને ભાઈજાને આપ્યો જવાબ
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક સમાચાર ફેલાઈ રહ્યા હતા કે સલમાન ખાનનો કોન્સર્ટ અમેરિકામાં યોજાવા જઈ રહ્યો છે.
Salman Khan Official Notice: બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર એક માહિતી શેર કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક સમાચાર ફેલાઈ રહ્યા હતા કે સલમાન ખાનનો કોન્સર્ટ અમેરિકામાં યોજાવા જઈ રહ્યો છે. આ અંગે અલગ-અલગ સમાચાર આવ્યા હતા જેને લઈ સલમાને પોતાનું નિવેદન જાહેર કર્યું છે.
સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ જાહેર કરીને આ કોન્સર્ટને ખોટા સમાચાર ગણાવ્યા છે. સલમાને આ નિવેદનમાં બધું સ્પષ્ટ કરી દીધું છે. ચાલો તમને જણાવીએ કે તે નિવેદનમાં કઈ બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે.
સલમાન ખાને સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે
View this post on Instagram
છેલ્લા કેટલાક સમયથી અભિનેતા વિશે એક નકલી પોસ્ટ વાયરલ થઈ રહી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતા અમેરિકાના અલીગાર્ટન થિયેટરમાં આવવાના છે. હવે અભિનેતાની ટીમે આ અંગે ચેતવણી જાહેર કરી છે. સલમાન ખાનના મેનેજર જોર્ડી પટેલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઓનલાઈન ટિકિટિંગ પ્લેટફોર્મનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા 5 ઓક્ટોબર, શનિવારે સાંજે 4:00 વાગ્યે યુનાઇટેડ સ્ટેટ્સના આર્લિંગ્ટન થિયેટરમાં પહોંચશે.
આ ફેક પોસ્ટમાં સલમાનની તસવીર પણ સામેલ હતી. આ ફેક ઈવેન્ટ સામે ચેતવણી જારી કરતા, અભિનેતાના મેનેજરે કહ્યું, "ફ્રોડ એલર્ટ, ટિકિટ ખરીદશો નહીં કારણ કે સલમાન ખાન અમેરિકામાં કોઈ ઈવેન્ટ કરવા જઈ રહ્યો નથી."
હાલમાં જ સલમાન ખાન ગણેશ ચતુર્થીની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવમાં સામેલ થયો હતો. આ દરમિયાન તે તેની બહેન અર્પિતા સાથે જોવા મળ્યો હતો. તેની તસવીરો રવિવાર, 15 સપ્ટેમ્બર, 2024 ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ શેર કરવામાં આવી હતી. આ તસવીરોમાં સલમાન બ્લૂ શર્ટ અને મેચિંગ ડેનિમમાં અને અર્પિતા ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી.
Aditi Rao Hydari Siddharth Wedding: અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કર્યા, જુઓ તસવીરો