શોધખોળ કરો

Salman Khan : પૂર્વ મિસ ઈન્ડિયા અને આ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો સલમાન પરંતુ...

90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી હતી જે પોતાની નટખટ અદાકારીથી લોકોનું દિલ જીતી લેતી હતી.

Juhi Chawla Salman Khan Marriage: બોલિવુડ અભિનેતા અને સુપરસ્ટાર સલમાન ખાન આજે 56 વર્ષનો થયો છે. પરંતુ હજી સુધી તેને લગ્ન કર્યા નથી. સલમાનનું નામ પૂર્વ મિસવર્લ્ડ ઐશ્વર્યા રાયથી લઈને વિદેશી લલના યુલિયા વાંતુર સહિત ઢગલા બંધ અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. પરંતુ હજી સુધી તેને પ્રભુતામાં પગલા માંડ્યા નથી. જોકે સલમાન એક સમયની સ્ટાર અને ચુલબુલી અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ વાત બની શકી નહોતી. 

જૂહી ચાવલાએ મિસ ઈન્ડિયા બન્યા બાદ બોલિવુડમાં એટ્રી મારી હતી. જુહી ચાવલા વર્ષ 1984માં મિસ ઈન્ડિયા બની હતી અને ત્યાર બાદ ફિલ્મોમાં આવી હતી. જુહી 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી હતી જે પોતાની નટખટ અદાકારીથી લોકોનું દિલ જીતી લેતી હતી. ડર, દિવાના મસ્તાના, ઈશ્ક, હમ હૈ રાહી પ્યાર કે જેવી ફિલ્મોમાં કામ કરનાર જુહીએ બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આજની તારીખમાં સિંગલ સલમાન ખાન એક સમયે જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માંગતો હતો. 

સલમાન પોતે પણ આ વિશે ઘણી વખત જણાવી ચુક્યો છે. આખરે સલમાન અને જુહીના લગ્ન કેમ ના થઈ શક્યા? શું હતો સમગ્ર મામલો? આવો ચાલો જણાવીએ.

સલમાન જુહી સાથે લગ્ન કરવા માંગતો હતો

જો કે સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ એક સમયે તેણે જૂહી પર પોતાનું દિલ ગુમાવ્યું હતું. એટલું જ નહીં તે તેની સાથે લગ્ન કરવા પણ ઈચ્છતો હતો પરંતુ જૂહી ચાવલાના પિતાને આ સંબંધ મંજૂર ન હતો. જેના કારણે સલમાન અને જૂહીના લગ્ન અટકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને જૂહી એ હદે ગમી ગઈ હતી કે, તે પોતે જ તેના પિતા પાસે અભિનેત્રીનો હાથ માંગવા દોડી ગયો હતો. જોકે જૂહીના પિતાએ આ સંબંધને નકારી કાઢ્યો હતો. 

આ મામલે ખુલાસો કરતા સલમાને એકવાર કહ્યું હતું કે, જુહી ખૂબ જ સ્વીટ છે. મેં તેના પિતાને પણ પૂછ્યું હતું કે, શું તમે જૂહીને મારી સાથે લગ્ન કરવાની મંજૂરી આપો છો? પરંતુ તેમણે ના પાડી દીધી હતી. કદાચ તે મને પસંદ ન કરતી હોય. ખબર નથી કે તેને કેવો છોકરો જોઈએ છે.

અભિનેત્રીએ ટોચ પર લગ્ન કર્યા

જૂહી ચાવલા જ્યારે તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે જય મહેતા સાથે લગ્ન કરી લીધા હતાં. બંનેએ વર્ષ 1995માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. જૂહી અને જય પ્રથમ વખત રાકેશ રોશન થકી મળ્યા હતા. ધીરે ધીરે બંને વચ્ચે નિકટતા વધી અને પ્રેમ શરૂ થયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે, જુહીએ પોતાના લગ્નની વાત 6 વર્ષ સુધી ગુપ્ત રાખી હતી. જ્યારે અભિનેત્રી પહેલીવાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે લોકોને ખબર પડી કે તે પરિણીત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધChaitar Vasava : AAP MLA ચૈતર વસાવાનો બુટલેગર સાથે ડાન્સ!  વીડિયો મુદ્દે શું કર્યો મોટો ધડાકો?PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Embed widget