શોધખોળ કરો
Advertisement
સપના ચૌધરીને હાથ લાગી મોટી ફિલ્મ, આ સુપરસ્ટાર સાથે બની રહી છે જોડી
સપનાએ તેની કારકિર્દીની શરૂઆત ડાન્સર તરીકે કરી હતી. આ સાથે જ સપનાને 'બિગ બોસ'થી દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી.
મુંબઈ : ભોજપુરી ફિલ્મોના સ્ટાર કલાકાર દિનેશ લાલ યાદવ નિરહુઆની આગામી ફિલ્મમાં તેની સાથે ડાન્સર સપના ચૌધરી જોવા મળશે. આવનારી ભોજપુરી ફિલ્મમાં નિરહુઆ અને સપના ચૌધરીની જોડી ધમાલ મચાવવા માટે તૈયાર છે. ઇનલિક્સ ઇન્ડિયાના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું શીર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી ભોજપુરીની મેગા બજેટ ફિલ્મ હશે. બ્રિજેશ મૌર્ય આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી નિભાવશે.
મૌર્ય કહે છે કે, આ ફિલ્મ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. બિગ બજેટની આ ફિલ્મમાં સપના ચૌધરીની ઓપોઝીટ દિનેશ લાલ યાદવ નિરહુઆ હશે. ફિલ્મની વિસ્તૃત માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુખ્ય અભિનેત્રી તરીકે સપનાની આ પહેલી ભોજપુરી ફિલ્મ હશે. તેમણે કહ્યું, "તે એક મોટા બજેટની ભોજપુરી ફિલ્મ હશે જે ઇનિલિક્સ ઇન્ડિયાના બેનર હેઠળ બનાવવામાં આવશે, જે એક અલગ જ સ્તરે બનાવવામાં આવી રહી છે."
તમને જણાવી દઈએ કે સપનાએ તેની કારકિર્દીની શરૂઆત ડાન્સર તરીકે કરી હતી. આ સાથે જ સપનાને 'બિગ બોસ'થી દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી. રિયાલિટી શોની સીઝન 11 માં, સપનાએ તેના ડાન્સ અને રમતોથી સૌનું દિલ જીતી લીધું હતું. આ પછી તેને બોલિવૂડમાં પણ બ્રેક મળી ગયો. સપનાએ પોતાનું લગ્નજીવન ખૂબ જ ખાનગી રાખ્યું હતું પરંતુ પુત્રને જન્મ આપવાના સમાચાર શેર કરતી વખતે તેણે સૌને આશ્ચર્યચકિત કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement