Deepika Padukone Birthday: શાહરૂખ ખાને દીપિકાને જન્મદિવસની પાઠવી શુભકામના, પઠાણનો લુક શેર કરી કહ્યું- તારા પર ગર્વ
Deepika Padukone: દીપિકા પાદુકોણના જન્મદિવસ પર શાહરૂખ ખાને તેને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. કિંગ ખાને તેની ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં દીપિકા ખૂબ જ ઇન્ટિન્સ લુકમાં જોવા મળી રહી છે.
Deepika Padukone Birthday: બોલિવૂડ સુપર સ્ટાર દીપિકા પાદુકોણ આજે તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે અભિનેત્રીને ચાહકો સાથે બોલિવૂડ સેલેબ્સ પણ જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે હવે અભિનેત્રીના જન્મદિવસ પર શાહરૂખ ખાને તેને ખાસ અંદાજમાં અભિનંદન પાઠવ્યા છે. બોલિવૂડના કિંગ ખાને દીપિકા પાદુકોણના જન્મદિવસના અવસર પર તેની આગામી ફિલ્મ 'પઠાણ'નું નવું પોસ્ટર તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. આ પોસ્ટરમાં દીપિકા ખૂબ જ તીવ્ર અને ઇન્ટિન્સ લુકમાં જોવા મળી રહી છે. શાહરુખ ખાને પોસ્ટર શેર કરી દિપીકા વિશે એક નોટ પણ લખી છે.
પોસ્ટર શેર કરવાની સાથે શાહરૂખે દીપિકા માટે એક નોટ લખી
પોસ્ટરમાં દીપિકા પાદુકોણ હાથમાં બંદૂક સાથે એક્શન અવતારમાં જોવા મળી રહી છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને પોસ્ટર શેર કરવાની સાથે એક નોટ પણ લખી છે. જેમાં SRKએ લખ્યું, "માય ડિયર દિપીકા પાદુકોણ, તમે દરેક પોસિબલ અવતારમાં સ્ક્રીનના માલિક બનવા કઈ રીતે તૈયાર થઈ જાઓ છો. હંમેશા પ્રાઉડ અને હંમેશા વિશ કરું છું કે તમે નવી ઊંચાઈઓ સર કરો. જન્મદિવસની શુભકામનાઓ... ઘણો પ્રેમ."
To my dearest @deepikapadukone - how you have evolved to own the screen in every avatar possible! Always proud and always wishing for you to scale new heights… happy birthday… lots of love... pic.twitter.com/OVq1RWmMC5
— Shah Rukh Khan (@iamsrk) January 5, 2023
'પઠાણ' દીપિકાની શાહરૂખ ખાન સાથેની ચોથી ફિલ્મ છે
તમને જણાવી દઈએ કે તમામ વિવાદોથી ઘેરાયેલી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર એક્શન થ્રિલર 'પઠાણ' હિન્દી, તમિલ અને તેલુગુમાં 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. 'પઠાણ' એસઆરકે અને દીપિકા પાદુકોણની એકસાથે ચોથી ફિલ્મ છે. દીપિકા પાદુકોણે 2007માં આવેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે હેપ્પી ન્યૂ યર અને ચેન્નાઈ એક્સપ્રેસમાં કિંગ ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. અને આ બધી જ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને જેના પર લોકોએ ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો