શોધખોળ કરો

અકસ્માત બાદ ભારત પરત ફર્યો Shah Rukh Khan, સર્જરી બાદ ના પટ્ટી જોવા મળી ના ટાંકા..જુઓ વીડિયો

શાહરૂખ ખાન થોડા દિવસો પહેલા લોસ એન્જલસમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો, ત્યારબાદ તેણે સર્જરી કરાવવી પડી હતી. જોકે હવે શાહરૂખ ઠીક છે અને તે દરમિયાન તે 5મી જુલાઈએ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

Shah Rukh Khan: શાહરૂખ ખાન નાકની સર્જરી બાદ 5 જુલાઈએ અમેરિકાથી ભારત પરત ફર્યો હતો. તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. શાહરૂખને તાજેતરમાં લોસ એન્જલસમાં શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. તેણે નાકની સર્જરી કરાવવી પડી હતી. શાહરૂખ ખાન એકદમ પરફેક્ટ લાગતો હતો, જેના કારણે ફેન્સ ખુશ છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

અકસ્માત બાદ ભારત પરત ફર્યો શાહરુખ ખાન 

શાહરૂખ ખાન થોડા દિવસો પહેલા લોસ એન્જલસમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો, ત્યારબાદ તેણે સર્જરી કરાવવી પડી હતી. જોકે હવે શાહરૂખ ઠીક છે અને તે દરમિયાન તે 5મી જુલાઈએ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. શાહરૂખ સવારે પત્ની ગૌરી ખાન અને પુત્ર અબરામ સાથે અમેરિકાથી પરત ફર્યો હતો. તેણે અમીરાતની ફ્લાઈટ લીધી જે દુબઈ થઈને મુંબઈ પહોંચી હતી.

પાપારાજીએ શાહરૂખ ખાનને એરપોર્ટ પર જોઈને ઘેરી લીધો અને તેની તબિયત વિશે પૂછવા લાગ્યા. પરંતુ શાહરૂખે કોઈ જવાબ ન આપ્યો. તેણે ઉતાવળમાં જોયું અને કારમાં બેસી ગયો. એરપોર્ટની બહાર નીકળતી વખતે શાહરૂખે કેપ પહેરી હતી અને થોડી ઉતાવળમાં જોવા મળ્યો હતો. જોકે, શાહરૂખ ફિટ દેખાતો હતો, જેના કારણે ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સર્જરી બાદ પાછો ફર્યો કિંગ ખાન, ફીટ દેખાયો

શાહરૂખ લોસ એન્જલસમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેના ચહેરા અને નાકમાં ઈજા થઈ હતી. લોહી બંધ થતું ન હતું, તેથી તેને રોકવા માટે સર્જરી કરવી પડી હતી. ETimes ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શાહરૂખ ખાન સર્જરી બાદ મુંબઈ પરત ફર્યો છે અને ઘરે આરામ કરી રહ્યો છે. પરંતુ તે 5મી જુલાઈની સવારે લોસ એન્જલસથી પરત ફર્યો હતો.

શાહરૂખ ખાન અનેક વખત થઈ ચૂક્યો છે ઘાયલ

હવે શાહરૂખ ત્યાં કઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો તેની માહિતી મળી નથી. બીજી તરફ જ્યારે શાહરૂખની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ પણ અભિનેતાની સર્જરીની જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો. તે જાણીતું છે કે શાહરૂખ તેની કારકિર્દીમાં ઘણી વખત ઇજાગ્રસ્ત થયો હતો અને સર્જરી કરાવી પડી હતી. વર્ષ 2013માં ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ'ના શૂટિંગ બાદ શાહરૂખે આઠ સર્જરી કરાવવી પડી હતી. અગાઉ 2009માં શાહરૂખને ડાબા ખભામાં ઈજા થઈ હતી, જેની સર્જરી કરવામાં આવી હતી. વર્ષ 2017માં ફિલ્મ 'રઈસ'ના શૂટિંગ દરમિયાન શાહરૂખને ચહેરા અને ઘૂંટણ પર ઈજા થઈ હતી. આ કારણે તેણે સર્જરી કરાવવી પડી હતી.

આ ફિલ્મોમાં શાહરૂખ જોવા મળશે

શાહરૂખ ટૂંક સમયમાં જ 7 સપ્ટેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ 'જવાન'માં જોવા મળશે. આ સિવાય તે 'ડંકી' અને 'ટાઈગર 3'માં કેમિયોમાં જોવા મળશે. 2024માં તે સલમાન ખાન સાથે 'ટાઈગર વર્સિસ પઠાણ'નું શૂટિંગ શરૂ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp AsmitaGST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Embed widget