Dunki Release Date: શાહરુખ-પ્રભાસના ફેન્સ માટે ખુશખબર, 'ડંકી' અને 'સાલાર' વચ્ચે નહીં થાય ટક્કર, Dunkiનું પોસ્ટર રિલીઝ
Dunki Release Date: 'પઠાન' અને 'જવાન'માં ધૂમ મચાવ્યા બાદ શાહરૂખ ખાન હવે તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ડંકીને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે ફિલ્મની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
Dunki Release Date: 'પઠાન' અને 'જવાન'માં ધૂમ મચાવ્યા બાદ શાહરૂખ ખાન હવે તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ડંકીને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે ફિલ્મની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રખ્યાત ક્રિટિક સુમિત કડેલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. તેણે ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કરીને આ જાહેરાત કરી છે.
ડંકીની નવી રિલીઝ ડેટ જાહેર
આ ફિલ્મ આ વર્ષે 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે જ ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં શાહરૂખ ખાન એક સૈનિકની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. પોસ્ટની ઉપર લખવામાં આવ્યું છે કે 'એક સૈનિક ક્યારેય પોતાનું વચન ભૂલતો નથી..' હવે શાહરૂખની 'ડંકી' પ્રભાસની ફિલ્મ 'સાલાર' સાથે ટકરાશે નહીં.
View this post on Instagram
ફિલ્મની વાર્તા અલગ છે
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ડંકી તેની ફિલ્મો 'જવાન' અને 'પઠાન'થી બિલકુલ અલગ બનવા જઈ રહી છે. ડંકી ફિલ્મમાં કિંગ ખાનનો એક્શન અવતાર જોવા નહીં મળે, પરંતુ દર્શકોને કંઈક એવું બતાવવામાં આવશે જે અગાઉ કોઈ ફિલ્મમાં જોવા મળ્યું ન હતું.
ફિલ્મની સ્ટારકાસ્ટ
ફિલ્મ વિશે વાત કરીએ તો શાહરૂખ ખાન ઉપરાંત અભિનેત્રી તાપસી પન્નુ, દિયા મિર્ઝા, બોમન ઈરાની પણ ડંકમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એવા અહેવાલ છે કે વિકી કૌશલ આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.
તો બીજી તરફ બોલીવૂડ અભિનેત્તા શાહરુખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. શાહરુખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શાહરૂખ ખાનની 'જવાન' દુનિયાભરમાં લોકપ્રિય છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થયેલી એટલીની આ મલ્ટી સ્ટારર ફિલ્મે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. હાલમાં પણ કિંગ ખાનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. હાલમાં જ ફિલ્મે 1100 કરોડનો આંકડો પાર કર્યો છે.
આ ફિલ્મે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની સાથે શાહરૂખની 'જવાન'એ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે વાત ફિલ્મની કમાણી વિશે નથી, પરંતુ જનતાની છે. અહેવાલો અનુસાર, જવાન હિન્દી સિનેમાની પ્રથમ ફિલ્મ સાબિત થઈ છે જેને 3.50 કરોડ દર્શકોએ સિનેમાઘરોમાં જોઈ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ એક મોટો આંકડો છે. આ સાથે જ શાહરૂખ ખાનની જવાન હિન્દી સિનેમાની પહેલી ફિલ્મ બની છે, જેને આટલી મોટી સંખ્યામાં લોકોએ જોઈ છે.
વિશ્વભરમાં આ ફિલ્મ 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે અને તેની કમાણી હજુ પણ ચાલુ છે. શાહરૂખ ખાનના જવાને બેન્ચમાર્ક સેટ કર્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 625.03 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.