શોધખોળ કરો

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

બોલિવૂડને મંથન,અંકુર જેવી શાનદાર ફિલ્મો આપનાર જાણીતા ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે.

Shyam Benegal Death: બોલિવૂડને મંથન,અંકુર જેવી શાનદાર ફિલ્મો આપનાર જાણીતા ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. શ્યામ બેનેગલ જેઓ ઘણા સમયથી બીમાર હતા પરંતુ હજુ પણ અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા, તેઓ 90 વર્ષના હતા. શ્યામ બેનેગલનું સાંજે 6.39 કલાકે અવસાન થયું.

શ્યામ બેનેગલની પુત્રી પિયા બેનેગલે એબીપી ન્યૂઝને શ્યામ બાબુના મૃત્યુની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે આજે સાંજે 6.38 કલાકે મુંબઈ સેન્ટ્રલની વોકાર્ટ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.

આ બીમારીથી પીડિત હતા

પિયા બેનેગલે જણાવ્યું કે તેમના પિતા કિડનીની ક્રોનિક બિમારીથી પીડિત હતા અને તેઓ આ બીમારીના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા હતા. શ્યામ બેનેગલ 90 વર્ષના હતા. અંતિમ સંસ્કાર અંગે બાદમાં નિર્ણય લેવામાં આવશે. 

8 નેશનલ એવોર્ડ જીત્યા

શ્યામ બેનેગલની ફિલ્મોએ 8 નેશનલ એવોર્ડ જીત્યા હતા. તેમણે ઝુબૈદા, ધ મેકિંગ ઓફ ધ મહાત્મા, નેતાજી સુભાષચંદ્ર બોઝઃ ધ ફર્ગોટન હીરો, મંડી, આરોહન, વેલકમ ટુ સજ્જનપુર જેવી ડઝનેક ઉત્તમ ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મોએ 8 નેશનલ એવોર્ડ જીત્યા છે. શયામ બનેગલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યો છે. શ્યામ બેનેગલે પોતાની કારકિર્દીમાં 24 ફિલ્મો, 45 ડોક્યૂમેન્ટ્રી અને 1500 એડ ફિલ્મો બનાવી છે. તેમને 1976માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 1991માં શ્યામ બેનેગલને  પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.

ફિલ્મો પહેલા ફોટોગ્રાફી કરતા 

શ્યામ બેનેગલે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા ઘણી વસ્તુઓ કરી છે. તેમણે પહેલા અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે પછી તેમણે ફોટોગ્રાફી શરૂ કરી. જ્યારે તેઓ 12 વર્ષના હતા, ત્યારે તેમણે તેમના પિતા શ્રીધર બી. બેનેગલ માટે કેમેરા પર પ્રથમ ફિલ્મ બનાવી હતી.

શ્યામ બેનેગલનું નિધન સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે. 23 ડિસેમ્બરે સાંજે 6.39 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તાજેતરમાં જ તેમણે પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રી શબાના આઝમીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ પાર્ટીની તસવીરો શેર કરી હતી. ફોટામાં શ્યામ બેનેગલ, શબાના અને નસીરુદ્દીન શાહ સાથે હસતા જોવા મળ્યા હતા.

શ્યામ બેનેગલે 1974માં ફિલ્મ 'અંકુર'થી દિગ્દર્શનની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સામાજિક મુદ્દાઓ પર આધારિત હતી. આ ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી. આ સિવાય તેમણે મહત્વની ફિલ્મો પણ કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન

આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન

દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન

Embed widget