Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: અહીં જુઓ 2025માં સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોની યાદી. જાણો આ યાદીમાં કયા કયા ખેલાડીઓના નામ છે.

Year Ender 2025: ટીમો અને ખેલાડીઓએ 2025માં ઘણા રેકોર્ડ તોડ્યા. જેમ જેમ ક્રિકેટની લોકપ્રિયતા વધતી ગઈ, તેમ તેમ ખેલાડીઓની કમાણી પણ વધતી ગઈ. આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોની યાદી અહીં છે.
1. વિરાટ કોહલી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે વિરાટ કોહલીની કમાણી ₹250-300 કરોડની વચ્ચે હતી. તેમની આવકના મુખ્ય સ્ત્રોત તેમનો IPL કરાર (₹21 કરોડ), BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ (₹7 કરોડ) અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હાલમાં વિરાટ ફક્ત વનડે ક્રિકેટ પર જ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. આમ છતા તેની આવકમાં કોઈ ઘટાડો થયો નથી. હાલમાં વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
2. રોહિત શર્મા
રોહિત શર્મા બીજા સ્થાને છે, તેમની કુલ આવક ₹150-180 કરોડ. તેમણે આ વર્ષે ફક્ત IPL અને BCCI કરારોમાંથી ₹23.30 કરોડ કમાયા છે. તેમણે બ્રાન્ડ પ્રમોશન દ્વારા પણ નોંધપાત્ર રકમ કમાઈ છે. તમને જણાવી દઈએ કે. વિરાટ કોહલની જેમ રોહિત શર્મા પણ ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તે પણ હાલમાં ફક્ત વનડે ક્રિકેટ રમી રહ્યો છે. રોહિતે પણ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
3. ઋષભ પંત
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતની લોકપ્રિયતા અને બ્રાન્ડ મૂલ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. તેણે આ વર્ષે ₹100-120 કરોડની કમાણી કરી છે.
4. જસપ્રીત બુમરાહ
અન્ય ટોચના ભારતીય ક્રિકેટરોની જેમ, જસપ્રીત બુમરાહની આવકના મુખ્ય સ્ત્રોત IPL, BCCI અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. આ વર્ષે, બુમરાહએ ₹90-110 કરોડની કમાણી કરી છે.
5. હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા વૈભવી જીવનશૈલીનો આનંદ માણે છે; તેની ડ્રેસિંગ સેન્સ અને મોંઘી ઘડિયાળોનો શોખ આ વાતનો પુરાવો છે. ઘણીવાર ચર્ચામાં રહેનારા હાર્દિકે આ વર્ષે ₹80-100 કરોડની કમાણી કરી છે.
6. શ્રેયસ ઐયર
ભારતીય ટીમમાં શ્રેયસ ઐયરના વધતા કદને કારણે પણ તેની કમાણી વધી છે. ODI ટીમના વર્તમાન ઉપ-કપ્તાન ઐયરે 2025 માં ₹70-85 કરોડ ની કમાણી કરી છે.
7. પેટ કમિન્સ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પણ તેના ખેલાડીઓને ભારે પગાર આપે છે. આ વર્ષે તેણે 60-75 કરોડ રૂપિયાની કમાણી કરી, જેમાંથી 18 કરોડ રૂપિયા સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી મળેલા IPL કોન્ટ્રાક્ટમાંથી આવ્યા છે.



















