Sidhu Moosewala Death: કપિલ શર્માથી લઈ શહનાઝ ગિલ સુધી, સિદ્ધુ મૂસેવાલાની હત્યા પર કોણે શું કહ્યું ?
પંજાબના માનસા (Mansa)જિલ્લામાં રવિવારે પંજાબી ગાયક (Punjabi Singer)સિદ્ધુ મૂસેવાલા(Sidhu Moosewala)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
Celebrities Reactions on Sidhu Moosewala Death: પંજાબના માનસા (Mansa)જિલ્લામાં રવિવારે પંજાબી ગાયક (Punjabi Singer)સિદ્ધુ મૂસેવાલા(Sidhu Moosewala)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ઘણી જાણીતી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મૂસેવાલા લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા અને તેમણે ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. આ સિવાય તેમણે ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવી હતી.
સિદ્ધુ મુસેવાલાની હત્યા પર શોક વ્યક્ત કરતા કોમેડિયન કપિલ શર્માએ ટ્વીટ કર્યું, 'સતનામ શ્રી વાહેગુરુ. ખૂબ જ આઘાતજનક અને ખૂબ જ દુઃખદ ઘટના. તેઓ એક મહાન કલાકાર અને અદ્ભુત વ્યક્તિ હતા. ભગવાન તેમના પરિવારને શક્તિ આપે.
'બિગ બોસ 13' ફેમ શહનાઝ ગિલે ટ્વીટ કરીને લખ્યું, 'કોઈનો યુવાન પુત્ર આ રીતે દુનિયા છોડીને જાય, આનાથી મોટું દુઃખી કોઈ ન હોઈ શકે. વાહ ગુરુજી મહેર કરો.'
જ્યારે અલી ગોનીએ ટ્વિટ કર્યું, '#sidhumoosewala rip'
સંગીતકાર વિશાલ દદલાનીએ લખ્યું, 'હું સિદ્ધુ મુસેવાલાને તેના સંગીત દ્વારા ઓળખતો હતો. તેમના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. ભારતમાં બહુ ઓછા ઓથેંટિક મોર્ડન કલાકારો છે. આ યાદીમાં તે ટોચ પર હતો. મારી પાસે શબ્દો નથી. તે એક લીજેંડ હતા. તેમનો અવાજ, તેમની હિંમત અને તેમના શબ્દો ક્યારેય ભૂલાશે નહીં. દુઃખદ દિવસ.'
તે જ સમયે, બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાને દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું, 'હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના.'
સિંગર અરમાન મલિકે લખ્યું, 'ચોંકાવનારું અને દુઃખદ, આ સાચું ન હોઈ શકે.'
પંજાબના માનસા જિલ્લામાં રવિવારે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગમાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. પંજાબ સરકારે મૂસેવાલા સહિત 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી.