શોધખોળ કરો
Advertisement
આ હૉટ એક્ટ્રેસનું માત્ર 26 વર્ષની વયે રહસ્યમય મોત, પરિવારે છાનામાના કેમ કરી દીધા અંતિમસંસ્કાર?
એક ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યુ કે એક્ટ્રેસ સૉન્ગ યૂ જંગએ 23 જાન્યુઆરી 2021એ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેના પરિવારની ઇચ્છા પ્રમાણે એકદમ છાનામાના તેના અંતિમ સંસ્કાર 25 જાન્યુઆરીએ કરી દેવામાં આવ્યા છે
મુંબઇઃ પૉપ્યુલર મૉડલ અને સાઉથ કોરિયન એક્ટ્રેસ સૉન્ગ યૂ જંગનુ માત્ર 26 વર્ષની ઉંમરમાં શનિવારે 23 જાન્યુઆરીના દિવસે નિધન થઇ ગયુ છે. હજુ સુધી એક્ટ્રેસ સૉન્ગ યૂ જંગના નિધનના કારણોની ખબર પડી શકી નથી, પરંતુ તેની મેનેજમેન્ટ એજન્સીએ તેના નિધનની ખબરને કન્ફોર્મ કરી હતી. સોમવારે 25 જાન્યુઆરીએ પરિવારના સભ્યોની હાજરીમાં સૉન્ગ યૂ જંગના અંતિમ સંસ્કાર છાનામાના કરી દેવામાં આવ્યા છે.
એક ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યુ કે એક્ટ્રેસ સૉન્ગ યૂ જંગએ 23 જાન્યુઆરી 2021એ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેના પરિવારની ઇચ્છા પ્રમાણે એકદમ છાનામાના તેના અંતિમ સંસ્કાર 25 જાન્યુઆરીએ કરી દેવામાં આવ્યા છે.
(ફાઇલ તસવીર)
એક્ટ્રેસ સૉન્ગ યૂ જંગની કેરિયર....
એક્ટ્રેસ સૉન્ગ યૂ જંગે 2013 ના સિટકોમ ગોલ્ડન રેઈનબોથી અભિનયની શરૂઆત કરી હતી, જેમાં તે કિમ યો જંગ અને જંગ ઇલ વૂ જંગની સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે કેટલાક વાસ્તવિક ભાવનાત્મક દ્રશ્યો આપ્યા હતા. તેણે બીજી શ્રેણી ‘મેક એ વિશ (2014’) માં પોતાના અભિનય માટે દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું.
તેની ટૂંકી કારકિર્દીમાં, સોંગે તેની કે-ડ્રામા ભૂમિકાઓ અને સંગીત વિડિયો પ્રોડક્શન્સથી લોકપ્રિયતા મેળવી. તે છેલ્લે 2017 માં ‘કેબીએસ સ્કૂલ’ માં ટીવી પર જોવા મળી હતી. આ સિરિયલ તેની સાથે કિમ સે જોંગ અને કિમ જંગ હ્યુન સાથે જોવા મળી હતી. તાજેતરમાં જ, તે 2020 માં સોંગ નાઇવની હાઉ ડૂ આઇ ફોર ફીમેલ લીડ માટેના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. તે તેની કારકિર્દીની અનેક જાહેરાતોમાં પણ જોવા મળી હતી.
(ફાઇલ તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement