(Source: ECI/ABP News/ABP Majha)
Stree 2 Box Office Collection Day 4: 'સ્ત્રી 2'નું બોક્સ ઓફિસ પર તોફાન, ચાર દિવસમાં કરી 200 કરોડ રૂપિયાની કમાણી
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે
Stree 2 Box Office Collection Day 4: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રિલીઝ થઈ ત્યારથી આ ફિલ્મ અપેક્ષા કરતાં વધુ કમાણી કરી રહી છે. ગ્રાન્ડ ઓપનિંગ પછી હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2' એ વીકેન્ડ પર પણ જંગી કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
Call it a STORM or a TSUNAMI or a TYPHOON... #Stree2 records a SENSATIONAL extended weekend... The two major #Hindi films that released alongside it [#KhelKhelMein, #Vedaa] were severely impacted by the #Stree2 wave.#Stree2 has hit a DOUBLE CENTURY [₹ 200 cr NBOC] in just *4… pic.twitter.com/C5PtOHqUoI
— taran adarsh (@taran_adarsh) August 19, 2024
વિકેન્ડ પર 'સ્ત્રી 2'નો ધમાકો
15મી ઓગસ્ટના ખાસ અવસર પર રિલીઝ થયેલી 'સ્ત્રી 2'એ કમાણીના મામલામાં ડંકો વગાડ્યો છે. 'સ્ત્રી 2'ને વીકેન્ડની રજાનો પૂરો લાભ મળ્યો છે. ફિલ્મે વીકેન્ડમાં શાનદાર કમાણી કરી છે. ફિલ્મના ચોથા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે, જે અપેક્ષા કરતાં ઘણું સારું છે.
'સ્ત્રી 2' 200 કરોડની ક્લબમાં પ્રવેશી
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર શનિવારે 'સ્ત્રી 2'નું નેટ ઈન્ડિયા કલેક્શન 45.70 કરોડ રૂપિયા હતું. ચોથા દિવસે રવિવારે ફિલ્મે 58.20 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી છે. 4 દિવસની કમાણી સહિત ફિલ્મનું કુલ નેટ ઈન્ડિયા કલેક્શન 204 કરોડ રૂપિયા થઈ ગયું છે. 'સ્ત્રી 2' એ 4 દિવસમાં 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે
કયા દિવસે કેટલા કરોડ કમાયા?
રિલીઝના પ્રથમ દિવસે 'સ્ત્રી 2' એ 55.40 કરોડ રૂપિયાનું નેટ ઈન્ડિયા કલેક્શન કર્યું હતું, જ્યારે ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન અપેક્ષિત કરતાં બમણું હતું એટલે કે 76.50 કરોડ રૂપિયા હતું. શુક્રવારે થોડા ઘટાડા સાથે ફિલ્મનું નેટ ઈન્ડિયા કલેક્શન 35.30 કરોડ રૂપિયા રહ્યું. પરંતુ રજામાં આ ફિલ્મે ફરી તોફાની ગતિએ કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે.
'સ્ત્રી 2'ના તોફાનમાં અક્ષય-જ્હોનની ફિલ્મો પાછળ રહી ગઇ
શ્રદ્ધા અને રાજકુમાર રાવની ફિલ્મ સાથે વધુ બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં' અને જોન અબ્રાહમની 'વેદા', પરંતુ 'સ્ત્રી 2'ના તોફાનમાં બંને ફિલ્મો પાછળ રહી ગઇ છે.
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મે બોક્સ ઓફિસ પર નવી ક્રાંતિ લાવી છે. વીકએન્ડ બાદ ફિલ્મને પણ રક્ષાબંધનની રજાનો પૂરેપૂરો લાભ મળવાની આશા છે. પહેલા સોમવારે ફિલ્મ કેટલું કલેક્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ફિલ્મના કલાકારોની વાત કરીએ તો રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સિવાય પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી 'સ્ત્રી 2'માં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે.