શોધખોળ કરો
Advertisement
ટીવી સીરિયલમાં સુશાંતના પિતા બનેલા આ અભિનેતાએ સંદિપ સિંહ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો વિગતે
દીપક કાદિર સુશાંતની સાથે પવિત્ર રિશ્તામાં કામ કરી ચૂક્યા છે, આ શૉમાં દીપક કાદિર કેજરીવાલ સુશાંતના પિતાની ભૂમિકામાં હતા. હવે દીપક કાદિર કેજરીવાલે સવાલ પુછ્યો છે કે સુશાંત સિંહના મોત બાદ તેના ફ્લેટને કેમ સીલ ન હતો કરાયો?
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હાલ સીબીઆઇ કરી રહી છે. છેલ્લા થોડાક દિવસોથી સીબીઆઇની ટીમ તથ્યો એકઠા કરવા માટે સુશાંતના નજીકના લોકોની પુછપરછ કરી રહી છે, સાથે સાથે સુશાંતના ઘરે ક્રાઇમ સીન પણ રિક્રેએટ કરી રહી છે. હવે સુશાંત મામલામાં તેના રિલ ફાધરે સુશાંતના મોત અંગે મોટો આરોપ લગાવ્યો છે.
ટીવી ઇન્ડસ્ટ્રીના એક્ટર દીપક કાદિરે એક મોટો સવાલ ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દીપક કાદિર સુશાંતની સાથે પવિત્ર રિશ્તામાં કામ કરી ચૂક્યા છે, આ શૉમાં દીપક કાદિર કેજરીવાલ સુશાંતના પિતાની ભૂમિકામાં હતા. હવે દીપક કાદિર કેજરીવાલે સવાલ પુછ્યો છે કે સુશાંત સિંહના મોત બાદ તેના ફ્લેટને કેમ સીલ ન હતો કરાયો?
દીપક કાદિરે કહ્યું મે ક્યારેય સંદિપ સિંહને નથી જોયો, મે હાલજ બસ તેને ટીવી ચેનલમાં જોયો છે. મને નથી ખબર કે તે કયા અધિકારથી તે સુશાંતના આધાર કાર્ડ સહિત બીજા ડૉક્યૂમેન્ટો રાખી રહ્યો હતો. જોકે, હું છેલ્લા 10 મહિનાથી સુશાંતને ન હતો મળ્યો. આ 10 મહિનામાં કંઇક એવુ થયુ જેને અત્યારે બતાવવામાં આવી રહ્યુ છે, આના પર મને વિશ્વાસ નથી.
દીપક કાદિરે સુશાંત વિશે જણાવતા કહ્યું કે, સુશાંત એકદમ શાનદાર એક્ટર અને માણસ હતો, તે હંમેશા મારી સાથે હસી મજાકથી જ વાત કરતો હતો. મારી તેની સાથે મુલાકાત પવિત્ર રિશ્તાના સેટ પર થઇ હતી.
નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઇના પોતાના બ્રાન્દ્રા સ્થિત ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા બાદ કેટલાક લોકો આને હત્યા ગણાવી રહ્યાં છે, આ કારણે આ કેસ હાલ સીબીઆઇના હાથમાં છે, અને તપાસ ચાલુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement