આ હોટ એક્ટ્રેસના ઘરમાં ઘૂસ્યા લૂંટારા, ગળા પર ચપ્પુ મૂકી દીધું પણ એક્ટ્રેસે કઈ રીતે બહાદુરીથી પછાડ્યા, જાણો વિગત
એક્ટ્રેસ અલંકૃતા સહાય માટે મંગળવારનો દિવસ ખૂબ જ ભંયકર કર્યો . તેમના ઘરમાં લૂંટારૂ ઘૂસી આવ્યાં હતા અને ગળા પણ છરી મૂકીને લૂંટ ચલાવવનો પ્રયાસ કર્યો હતો.
નવી દિલ્લી: નમસ્તે ઇગ્લેન્ડની એક્ટ્રેસ અલંકૃતા સહાય માટે 7 સપ્ટેમ્બરનો દિવસ ખૂબ જ ભંયકર રહ્યો. તે આ સમયે ખૂબ જ ડરાવી દેતા અનુભવમાંથી પસાર થઇ. અચાનક જ તેમના ઘરમાં લૂંટારૂ ઘૂસી આવ્યાં હતા અને ગળા પણ છરી મૂકીને લૂંટ ચલાવવનો પ્રયાસ કર્યો હતો.
નમસ્તે ઇંગ્લેન્ડ ફિલ્મની એક્ટ્રેસ અલંકૃતા સહાય સાથે મંગળવારે જે થયું તે ખૂબ જ ભયંકર હતું. અલંકૃતાના ઘરમાં ત્રણ નકાબપોશ લૂંટારૂ ઘૂસી ગયા હતા અને તેને બંધક બનાવી લીધી હતી. લૂંટારૂએ ચાકુની અણી એક્ટ્રેસ અલંકૃતા પાસેથી 6 લાખ લૂંટવામાં આવ્યાં છે.
મીડિયા રિપોર્ટ મુજબ અલંકૃતા ચંદીગઢ સેક્ટર-27માં ભાડાના મકાનમાં રહેતી હતી અને આ બપોરે 12.30 વાગ્યે મંગળવારે તેમના ઘરમાં ત્રણ નકાબપોશ લુંટારૂ ઘૂસ્યા હતા.
View this post on Instagram
પોલીસ ફરિયાદ મુજબ ત્રણ નકાબપોશ લૂંટારૂ અંલકૃતાના ઘરમાં મંગળવારે ઘૂસ્યા હતા અને એક્ટ્રેસ ને બંધક બનાવીને રોકડ 6 લાખની લૂંટ ચલાવી હતી. ઉપરાંત એટીએમથી પણ ચપ્પુની અણીએ કેટલીક 50 હજાર ઉઠાવી હતા. ઘરમાં લૂટફાટ ચલાવ્યા બાદ આ ત્રણેય લૂંટારૂ બાલ્કનીની બહાર ફરાર થઇ ગયા હતા.
એક્ટ્રેસની પોલીસ ફરિયાદ બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને એક્ટ્રેસ અંલકૃતાને જણાવ્યું કે, આ ત્રણેય આરોપીમાંથી એક ગત સપ્તાહ તેમના ઘરે ફર્નિચરની ડિલિવરી કરવા માટે આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસને લૂંટારૂના સીસીટીવી પણ પ્રાપ્ત થયા છે. સીસીટીવી ફૂટેજના આઘારે પોલીસ તપાસ થઇ રહી છે.
એક્ટ્રેસ અલંકૃતા મૂળ દિલ્લીની રહેવાસી છે તે એક પંજાબી આલ્બમના શૂટિંગ માટે ચંદીગઢ આવી છે અને તેમણે અહીં ભાડા પર એક મકાન રાખ્યું હતું. ઉલ્લેખનિય છે કે. 2014માં એક્ટ્રેસ અંલકૃતા સહાયે મિસ અર્થનો ખિતાબ જિત્યો હતો. તે ફિલ્મ લવ ફોર સ્કાવયર ફૂટ અને નમસ્તે ઇંગ્લેન્ડ પણ જોવા મળી હતી.