શોધખોળ કરો
Advertisement
અજાણ્યા છોકરાએ હૉટ એક્ટ્રેસને પર્સનલી મોકલ્યા અશ્લીલ મેસેજ, બાદમાં એક્ટ્રેસે એવુ શું કર્યુ કે બધા ડરવા લાગ્યા, જાણો વિગતે
કવિતા બિગ બૉસની 14મી સિઝનમાં દેખાઇ હતી. કવિતા કૌશિકે કેટલાક લોકોએ ખરાબ મેસેજ કરવાના શરૂ કરી દીધા જેને લઇને એક્ટ્રેસે મોટુ પગલુ ભર્યુ છે
નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક પોતાના ધાકડ અંદાજ માટે જાણીતી છે. કવિતાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ટ્રૉલરને જોરદાર સબક શીખવાડ્યો છે. કવિતા બિગ બૉસની 14મી સિઝનમાં દેખાઇ હતી. કવિતા કૌશિકે કેટલાક લોકોએ ખરાબ મેસેજ કરવાના શરૂ કરી દીધા જેને લઇને એક્ટ્રેસે મોટુ પગલુ ભર્યુ છે.
ખરેખરમાં, છેલ્લા કેટલાક દિવસોથી એક્ટ્રેસને લોકો પર્સનલી ખરાબ અને અશ્લીલ મેસેજ કરતી રહ્યાં હતા, આ વાતથી પરેશાન થઇ ગયેલી એક્ટ્રેસે આ તમામને ખુલ્લા પાડી દીધા છે. કવિતા કૌશિકે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આના સ્ક્રીનશૉટ શેર કર્યા છે, અને લખ્યું- તેમને બહાર બોલાવો, તેમને બેનકાબ કરો.... વળી કવિતાએ એક ફેનને રિક્વેસ્ટ કરતા કહ્યું કે કવિતા જી માફ કરી દો, સ્કૂલનો બાળક લાગી રહ્યો છે.
કવિતાએ પોતાના ફેન્સને જવાબ આપતા લખ્યું- આજે મે જવા દીધો તો કાલે કોઇ નાની છોકરીને ગાળો આપશે. પરમદીવસે મોટો થઇને પોતાની આજુબાજુની છોકરીઓ માટે ખતરો બનશે. આજે ના ડર્યો તો કાલે મોટી હરકત કરશે.
ખાસ વાત છે કે પોતાને મળેલા આ અશ્લીલ મેસેજના સ્ક્રીનશૉટને એક્ટ્રેસ કવિતા કૌશિકે મુંબઇ પોલીસને પણ મોકલ્યા છે. તેને ટ્વીટ કરતા લખ્યું- આ છોકરો @PanchalNandita સોશ્યલ મીડિયા પર પોતાની સ્વંત્રતાનો દુરપયોગ કરી રહ્યો છે, પ્લીઝ કાર્યવાહી કરો.
ઉલ્લેખનીય છે કે ટીવીની આ હૉટ એક્ટ્રેસ કવિતા કૌશિક ટીવી શૉ FIR માં હરિયાણવી પોલીસ ઓફિસર ચંદ્રમુખી ચૌટાલાના નામથી ઘરે ઘરે જાણીતી થઇ ગઇ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement