Vaishali Takkar suicide case: વૈશાલી ઠક્કરના પાડોશી રાહુલની ધરપકડ, સુસાઇડ કેસમાં છે મુખ્ય આરોપી
ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર આત્મહત્યા કેસના આરોપી રાહુલની ધરપકડ કરવામાં આવી છે
ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર આત્મહત્યા કેસના આરોપી રાહુલ નવલાનીની ધરપકડ કરવામાં આવી છે. રાહુલની ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર હરિ નારાયણ ચારી મિશ્રાએ આ વાતની પુષ્ટિ કરી છે.
Indore, Madhya Pradesh: A man named Rahul who is the main accused has been arrested in connection with the suicide case of TV actor Viashali Takkar: Police pic.twitter.com/S5KV5vsf74
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 19, 2022
વૈશાલી ઠક્કરે ઈન્દોરમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને તેની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી. તેમાં એક સુસાઈડ નોટ હતી. સુસાઈડ નોટમાં રાહુલ નવલાણી અને તેની પત્ની દિશાને ટોર્ચર અને હેરાન કરવાનું લખ્યું હતું. બંને ફરાર થઈ ગયા હતા, જે બાદ પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે કોઈ તેમની માહિતી પોલીસને આપશે તેને પાંચ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
Indore, MP | The accused were already absconding before the police came to know about it. Teams were formed & lookout circulars were issued. The main accused named Rahul has been nabbed.His wife's role is under probe as well:Harinarayanchari Mishra, Commissioner of Police, Indore https://t.co/n8qiSGEXCA pic.twitter.com/HmphWvgcKk
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 19, 2022
આ સાથે રાહુલ નવલાણી અને તેની પત્ની દિશા વિદેશ જાય તેવી પણ શક્યતાઓ હતી. આ સિવાય વૈશાલીએ પોતાની ડાયરીમાં ત્રીજા વ્યક્તિ વિશે પણ માહિતી આપી છે. તેનું નામ રોહિત જણાવવામાં આવી રહ્યું છે.
વૈશાલીના ભાઈએ ખુલાસો કર્યો
આરોપી રાહુલ નવલાણીનું વર્ણન કરતાં વૈશાલીના ભાઈ નીરજ ઠક્કરે પોલીસને જાણ કરી હતી કે રાહુલ તેની બહેનને ધમકી આપતો હતો. તેણે અભિનેત્રીની પ્રથમ સગાઈ તોડી નાખી. તે વૈશાલીની તસવીરો શેર કરવાની ધમકી આપતો હતો. તે અભિનેત્રીના મંગેતરને તેની સાથે લગ્ન ન કરવાનો મેસેજ કરતો હતો. રાહુલ વૈશાલી ઠક્કરને કહેતો હતો કે તે તેને લગ્ન કરવા દેશે નહીં. આ બધું છેલ્લા અઢી વર્ષથી ચાલતું હતું. પરિવારે આ અંગે રાહુલના પરિવારને પણ વાત કરી હતી પરંતુ તેઓ માન્યા ન હતા. રાહુલની હરકતોથી કંટાળીને વૈશાલીએ આત્મહત્યા કરી હતી.