શોધખોળ કરો
Advertisement
દિગ્ગજ પ્રોડ્યૂસર-ડાયરેક્ટર જૉની બક્ષીનું નિધન, અનુપમ ખેર અને શબાના આઝમીએ વ્યક્ત કર્યું દુખ
જૉની બક્ષીનો ફિલ્મી કેરિયર ચાર દશક લાંબો છે. તેમણે ખાસ કરીને પ્રોડ્યૂસર તરીકે કામ કર્યું. તેમણે રાજેશ ખન્ના સ્ટારર બે ફિલ્મો ‘ડાકુ ઔર પોલીસ(1992‘ અને ‘ખુદાઈ (1994)’ને ડાયરેક્ટ પણ કરી છે.
મુંબઈ: હિંદી સિનેમાના દિગ્ગજ પ્રોડ્યૂસર-ડાયરેક્ટર જૉની બક્ષીનું 82 વર્ષની વયે શનિવારે નિધન થઈ ગયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને એટેક આવ્યો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા જૂહૂની આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમન વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોની બક્ષીના નિધન પર એક્ટર અનુપમ ખેર અને એક્ટ્રેસ શબાના આજમીએ દુખ વ્યક્ત કર્યું છે.
જૉની બક્ષીનો ફિલ્મી કેરિયર ચાર દશક લાંબો છે. તેમણે ખાસ કરીને પ્રોડ્યૂસર તરીકે કામ કર્યું. તેમણે ‘મંજિલે ઔર ભી હે (1974’, રાવન (1984), ફિર તેરી કહાની યાદ આઈ (1993) જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. જૉની બક્ષીનો ફિલ્મી કેરિયર ચાર દશક લાંબો છે. તેમણે ખાસ કરીને પ્રોડ્યૂસર તરીકે કામ કર્યું. તેમણે રાજેશ ખન્ના સ્ટારર બે ફિલ્મો ‘ડાકુ ઔર પોલીસ(1992‘ અને ‘ખુદાઈ (1994)’ને ડાયરેક્ટ પણ કરી છે.
જૉની બક્ષીના નિધન પર અનુપમ ખેરે દુખ વ્યક્ત કર્યું છે અને ટ્વિટર પર લખ્યું કે, “જૉની બક્ષીના નિધનથી દુખ થયું, મુંબઈમાં તેઓ મારા જીવનના શરૂઆતના દિવસોમાં એક અખંડ ભાગ હતા. એક પ્રોડ્યૂસર તરીકે, એક મિત્ર, એક સપોર્ટર અને એક મોટિવેટર હતા. તેમના હાસ્ય ખૂબજ પ્રભાવશાળી હતું જે તેમની આસપાસના લોકોને ખુશી આપતા હતા. અલવિદા મારા દોસ્ત. ઓમ શાંતિ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion