શોધખોળ કરો

Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો

Surat: સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ખુદ ભાજપના કોર્પોરેટરો જ અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વરાછા વિકાસ, દબાણ મુદ્દે ભાજપ કોર્પોરેટરોએ રજૂઆત કરી.
  • વેસુ-VIP રોડ સમકક્ષ વિકાસ વરાછાને ન મળતા અન્યાય.
  • પાલિકામાં સ્ટાફ અછતથી આકરણી, વેરા કામગીરી ખોરવાઈ.

Surat: સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ખુદ ભાજપના કોર્પોરેટરો જ અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપ કોર્પોરેટર મહેશ કાકડીયા, અરવિંદ કાકડીયા, હંસા ગજેરા, સ્વાતિ પટેલ, હેતલ પટેલે વરાછા વિસ્તારમાં રોડ રસ્તા પર  દબાણો મુદ્દે સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી હતી. વરાછા વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાનો અને રસ્તાઓ પર બેફામ થતા દબાણને તાત્કાલિક દૂર કરવાની ભાજપ કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી. એટલુ જ નહીં, વેસુ, વીઆઈપી રોડ પર જે રીતે વિકાસ થાય એ મુજબ વરાછા વિસ્તારમાં વિકાસ ન થતો હોવાનો ભાજપ કોર્પોરેટરોએ આરોપ લગાવ્યો હતો. 

ભાજપ કોર્પોરેટર ધર્મેશ ભાલાળાએ પાલિકામાં સ્ટાફની અછતથી આકરણી અને વેરા બાબતની કામગીરી ખાડે ગઈ હોવાનો સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. પોતાના જ ઘરની આકરણી બાકી હોવાની અને વેરાબીલ ન આવતુ હોવાનો ધર્મેશ ભાલાળાએ આરોપ લગાવ્યો હતો. સાથે જ તાત્કાલિક કોન્ટ્રાક્ટ બેઝ પર સ્ટાફની ભરતી કરવાની અને શહેરની તમામ મિલકતોની આકરણી કરવાની માંગ કરી હતી. 

ભાજપના જ કોર્પોરેટરોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વરાછા વિસ્તારના વિકાસને લઈને ભાજપના જ કોર્પોરેટરોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. વરાછામાં વિકાસનાં કામો પૂરતી ગતિએ થતાં ન હોવાનો આક્ષેપ કરીને કોર્પોરેટરોએ વિસ્તાર સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કરી હતી. વેસુ અને VIP રોડની સરખામણીએ વરાછામાં વિકાસનાં કામો ઓછાં થતાં હોવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટરો મહેશ કાકડીયા, અરવિંદ કાકડીયા, હંસા ગજેરા, સ્વાતિ પટેલ અને હેતલ પટેલ સહિતના કોર્પોરેટરોએ વરાછાના વિકાસના પ્રશ્નો સામાન્ય સભામાં રજૂ કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, વેસુ અને VIP રોડ વિસ્તારમાં જે પ્રકારે વિકાસનાં કામો થઈ રહ્યાં છે, તે પ્રમાણે વરાછા વિસ્તારમાં વિકાસ જોવા મળતો નથી.

કોર્પોરેટરોએ વરાછા વિસ્તારમાં લાંબા સમયથી રોડ-રસ્તા, બ્રિજ સહિતની વિવિધ સમસ્યાઓ રજૂ કરવામાં આવતી હોવા છતાં તેનો યોગ્ય ઉકેલ આવતો ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને વિકાસનાં કામોને વેગ આપવા તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

બીજી તરફ, ભાજપનાં કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ શહેરના રોડ-રસ્તા પરનાં દબાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો. રસ્તાઓ પરનાં દબાણોને કારણે લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે દબાણો હટાવવા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સુરત મનપાની સામાન્ય સભામાં વિપક્ષને બદલે સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરોએ વરાછાના વિકાસ અંગે સવાલો ઉઠાવતાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

Frequently Asked Questions

વરાછા વિસ્તારના વિકાસ અંગે ભાજપના કોર્પોરેટરોએ શા માટે ચિંતા વ્યક્ત કરી?

તેમણે આક્ષેપ કર્યો હતો કે વેસુ અને VIP રોડ જેવા વિસ્તારોની સરખામણીમાં વરાછાનો પૂરતો વિકાસ થઈ રહ્યો નથી, અને રસ્તાઓ તથા દબાણોની સમસ્યા છે.

ધર્મેશ ભાલાળાએ મહાનગરપાલિકામાં કયા મુદ્દાને લઈને રજૂઆત કરી?

તેમણે સ્ટાફની અછતને કારણે આકરણી અને વેરા બાબતની કામગીરી ખોરવાઈ હોવાનું જણાવ્યું. તેમણે તાત્કાલિક કોન્ટ્રાક્ટ બેઝ પર સ્ટાફની ભરતી કરવાની માંગ કરી હતી.

સામાન્ય સભામાં રસ્તાઓ પરના દબાણોનો મુદ્દો કોણે ઉઠાવ્યો હતો?

ભાજપના કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા દબાણો હટાવવા માંગ કરી હતી.

Advertisement

ટોપ સ્ટોરી

શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ
NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું
હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું
રેલવેનો મોટો આદેશ, ટ્રેનમાં રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ રહેશે બંધ, જાણો કારણ
રેલવેનો મોટો આદેશ, ટ્રેનમાં રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ રહેશે બંધ, જાણો કારણ
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
Embed widget