Sam Bahadur: વિક્કી કૌશલે 'સૈમ બહાદુર'ની તૈયારી શરુ કરી, ફિલ્મની સ્ક્રિપ્ટનો ફોટો શેર કર્યો
વિક્કી કૌશલે તેની આગામી ફિલ્મ 'સૈમ બહાદુર'ની તૈયારી શરૂ કરી દીધી છે.
Vicky Kaushal Begins Sam Bahadur Preparation: વિક્કી કૌશલે તેની આગામી ફિલ્મ 'સૈમ બહાદુર'ની તૈયારી શરૂ કરી દીધી છે. વિક્કી કૌશલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મની સ્ક્રિપ્ટનો ફોટો શેર કર્યો છે. આ ફિલ્મ સૈમ બહાદુરના જીવન પર આધારિત છે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિક્કી કૌશલ સેમ માણેકશાની ભૂમિકા ભજવી રહ્યો છે.
વિક્કી કૌશલે ફિલ્મની તૈયારીઓ શરૂ કરીઃ
સૈમ બહાદુર દેશના મહાન લશ્કરી અધિકારીઓમાંના એક હતા, જેમના જીવન પર આ ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મમાં વિક્કી કૌશલ ઉપરાંત ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા પણ જોવા મળશે. સાન્યા જનરલ માણેકશાની પત્ની સિલ્લુ માણેકશાની ભૂમિકામાં જોવા મળશે, તો ફાતિમા શેખ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram
સૈમ માણેકશોના જીવન પર આધારિત ફિલ્મઃ
માણેકશા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ હતા અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર ભારતીય સેનામાં પ્રથમ અધિકારી હતા. રોની સ્ક્રુવાલા સૈમ માણેકશાની આ બાયોપિક ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મમાંનો વિક્કી કૌશલનો લુક પણ જાહેર કરવામાં આવ્યો હતો. ફિલ્મમ 'રાઝી' પછી મેઘના ગુલઝાર અને વિક્કી કૌશલ બીજી વખત ફિલ્મ 'સૈમ બહાદુર'માં સાથે કામ કરવા જઈ રહ્યા છે.
સૈમ બહાદુર ઉપરાંત વિક્કી કૌશલ 'ગોવિંદા નામ મેરા', 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી', લક્ષ્મણ ઉતેકર અને આનંદ તિવારીની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે. આ સાથે વિક્કી શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ડંકી'માં પણ મહત્વની ભૂમિકા ભજવશે.