Priyanka Chopra On Wedding: બૉલીવુડ (Bollywood) થી લઇને હૉલીવુડ (Hollywood) સુધી પોતાની આગાવી ઓળખ ઉભી કરી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. પ્રિયંકા ચોપડા આ વખતે પોતાના ક્રશને લઇને ચર્ચામાં છે. ખાસ વાત છે કે પ્રિયંકા ચોપડાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે વર્ષ 2018માં લગ્ન કરી લીધા હતા. પરંતુ હવે તેના જુના ક્રશને લઇને રાજ ખુલ્યુ છે. તે એક ભારતીય ક્રિકેટર પર ફિદા હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પ્રિયંકાના લવનુ રાજ ખુલ્યુ છે. વીડિયોમાં તેણે ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરને લગ્ન માટે પસંદ કર્યો છે.
ખાસ વાત છે કે, આ વીડિયો વર્ષ 2000નો છે જ્યારે પ્રિયંકાએ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યાં શાહરૂખ ખાન પણ જજની પેનલમાં સામેલ હતો. આ દરમિયાન પ્રિયંકાને સવાલ કરતા શાહરૂખે કહ્યું કે મારો પ્રશ્ન થોડો કાલ્પનિક છે, પરંતુ તમે કોની સાથે લગ્ન કરવા માંગો છો? આ માટે તેને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા.
ત્રણ ઓપ્શન આપ્યા હતા લગ્ન માટે-
લગ્ન માટે તમે મહાન ભારતીય રમતવીર અઝહર જેવી વ્યક્તિને પસંદ કરશો, જે તમને દુનિયાભરમાં લઈ જશે. જેના પર દેશ અને તમને બંનેને ગર્વ થશે. અથવા સ્વરોવસ્કી જેવા કલાત્મક ઉદ્યોગપતિને પસંદ કરો જે તમને ઘરેણાં અને નેકલેસ ખરીદશે. અથવા મારા જેવા હિન્દી ફિલ્મ સ્ટારને પસંદ કરો જે અહીં બેઠેલા તમને કાલ્પનિક લગ્ન સંબંધિત મુશ્કેલ પ્રશ્નો પૂછે છે.
પ્રિયંકાએ આપ્યો હતો ચોંકાવનારો જવાબ-
આ પ્રશ્ન પર પ્રિયંકાનો જવાબ ચોંકાવનારો હતો. પ્રિયંકાએ કહ્યું કે તે ભારતીય ખેલાડી અઝહર સાથે લગ્ન કરવા માંગે છે. તેણે કહ્યું કે મને ગર્વ થશે જો મારા પતિ એવા વ્યક્તિ હોય જેના પર આખા દેશને ગર્વ હોવો જોઈએ.
આ પણ વાંચો-
Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક
Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી
ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો
ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ