શોધખોળ કરો
WWE સુપરસ્ટાર જૉન સીનાએ બિગ બૉસ 13ના આ કન્ટેસ્ટન્ટની તસવીર શેર કરી, તો મચી ગયો હંગામો
ખાસ વાત છે કે, હાલ બિગ બૉસ શૉના સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝ બે બહુજ સ્ટ્રૉન્ગ કન્ટેન્ટન્ટ છે. બન્નેના ફેન્સ હંમેશા સોશ્યલ મીડિયા પર આમને સામને રહે છે

મુંબઇઃ બિગ બૉસ 13ની આ સિઝન અત્યાર સુધીની સૌથી હિટ સિઝન રહી છે. આના કારણે ફેન્સની ડિમાન્ડને લઇને શૉને પણ કેટલાક અઠવાડિયા સુધી એક્સટેન્ડ કરી દેવાયો હતો. હવે આ શૉ સાથે જોડાયેલી એક ખાસ ખબર સામે આવી છે. WWE સ્ટાર રેસલર જૉન સીનાએ બિગ બૉસ 13ના કન્ટેસ્ટન્ટ આસિમ રિયાઝની તસવીર શેર કરી છે, આ તસવીર શેર થતાં જ ફેન્સની વચ્ચે હંગામો મચી ગયો હતો. જૉન સીનાએ આસિમ રિયાઝની તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, ફેન્સની વચ્ચે હવે એ વાત છેડાઇ ગઇ છે કે શું WWE સુપરસ્ટાર જૉન સીના પણ બિગ બૉસ 13 શૉને જોઇ રહ્યાં છે. ખાસ વાત છે કે જૉન સીના પોતાની તસવીરમાં કોઇપણ પ્રકારનુ કેપ્શન નથી આપતો.
તસવીર શેર કરતાં તેને લખ્યુ, 'મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમારુ સ્વાગત છે, આ તસવીર કોઇપણ જાતની માહિતી વિના અહીં પૉસ્ટ કરવામાં આવશે, આનો મતબલ તમે ખુદ નક્કી કરો. એન્જૉય.' આનો અર્થ છે કે જૉન સીના એ તસવીર વિશે કંઇજ નથી લખ્યુ.
તસવીર શેર કરતાં તેને લખ્યુ, 'મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમારુ સ્વાગત છે, આ તસવીર કોઇપણ જાતની માહિતી વિના અહીં પૉસ્ટ કરવામાં આવશે, આનો મતબલ તમે ખુદ નક્કી કરો. એન્જૉય.' આનો અર્થ છે કે જૉન સીના એ તસવીર વિશે કંઇજ નથી લખ્યુ. ખાસ વાત છે કે, હાલ બિગ બૉસ શૉના સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝ બે બહુજ સ્ટ્રૉન્ગ કન્ટેન્ટન્ટ છે. બન્નેના ફેન્સ હંમેશા સોશ્યલ મીડિયા પર આમને સામને રહે છે. બન્ને બિગ બૉસ એલિટ ક્બલના સભ્યો બની ચૂક્યા છે.View this post on Instagram
વધુ વાંચો





















