(Source: ECI/ABP News/ABP Majha)
Yami Gautam Baby Boy: આર્ટિકલ 370 ફેમ એક્ટ્રેસ યામી ગૌતમ બની માતા, દીકરાનું રાખ્યું આ ખાસ નામ
Yami Gautam Baby Boy:બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ માતા બની છે. યામી ગૌતમે પુત્રને જન્મ આપ્યો છે. યામી અને તેના પતિ આદિત્ય ધરે આ ખુશખબર ચાહકો સાથે શેર કરી છે.
Yami Gautam Blessed with Baby Boy: બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ માતા બની છે. યામી ગૌતમે પુત્રને જન્મ આપ્યો છે. યામી અને તેના પતિ આદિત્ય ધરે આ ખુશખબર ચાહકો સાથે શેર કરી છે. તેમણે પોસ્ટ શેર કરીને પુત્રના જન્મની જાણકારી આપી હતી. આ સાથે તેમણે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે.
View this post on Instagram
યામીએ તેના પુત્રનું નામ શું રાખ્યું
કપલે પોસ્ટ કરીને ડોક્ટર્સ અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે જણાવ્યું કે તેઓએ તેમના પુત્રનું નામ VEDAVID રાખ્યું છે. તેમના પુત્રનો જન્મ અક્ષય તૃતીયાના રોજ થયો હતો. VEDAVID નામનો અર્થ છે વેદનું જ્ઞાન ધરાવનાર. ચાહકો યામી અને આદિત્યને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. સેલેબ્સ પણ કોમેન્ટ કરી અભિનંદન આપી રહ્યા છે. અભિનેતા રણવીર સિંહે લખ્યું- ખૂબ, ખૂબ, ખૂબ પ્રેમ. આયુષ્માન ખુરાનાએ લખ્યું- ખૂબ ખૂબ અભિનંદન.
યામી ગૌતમ અને આદિત્ય ધરની વાત કરીએ તો બંનેએ ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં યામી અભિનેત્રી હતી. આદિત્ય ફિલ્મના દિગ્દર્શક હતા. કપલે જણાવ્યું હતું કે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ થયો. બંનેએ પોતાની લવ સ્ટોરી ગુપ્ત રાખી હતી. તેમના લગ્ન 4 જૂન 2021ના રોજ થયા હતા. તેમના લગ્ન એક ખાનગી સમારોહમાં થયા હતા, જ્યાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર હતા. આ કપલે આ લગ્ન એકદમ સાદાઈથી રાખ્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ કપલ હવે સુખી લગ્ન જીવન જીવી રહ્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો યામી છેલ્લે ફિલ્મ આર્ટિકલ 370માં જોવા મળી હતી. ફિલ્મની પટકથા આદિત્ય ધરે પોતે લખી હતી. આદિત્ય આ ફિલ્મના પ્રોડ્યુસર પણ હતા.