શોધખોળ કરો
Advertisement
નવા વર્ષ અક્ષય કુમારે ફી વધારી, હવે દરેક ફિલ્મની લેશે તગડી રકમ, તમે પણ જાણીને ચોંકી જશો.......
કહેવાઇ રહ્યું છે કે અક્ષયકુમાર સૂર્યવંશી, બેલ બૉટમ, રામ સેતૂ, અતરંગી રે, બચ્ચન પાંડેમાં દેખાશે. આની સાથે તે બીજી કેટલીક ફિલ્મોના શૂટિંગમા પણ વ્યસ્ત રહેવાનો છે
મુંબઇઃ બૉલીવુડ ખેલાડી કુમાર એટલે કે અક્ષયકુમાર ઇન્ડસ્ટ્રીમાં હાઇએસ્ટ પેડ એક્ટર્સના લિસ્ટમાં આવે છે. વર્ષમાં અક્ષયકુમાર ચારથી પાંચ ફિલ્મો જ કરે છે. હવે અક્ષયકુમાર પોતાની ફી વધારી દીધી છે. કહેવાઇ રહ્યું છે કે 2022માં રિલીઝ થનારી દરેક ફિલ્મ માટે અક્ષયે 135 કરોડ રૂપિયાનો ચાર્જ રાખ્યો છે.
અક્ષયકુમારની ખાસ વાત છે કે તે ઓછા સમયમાં 30 થી 40 દિવસમાં પોતાની એક ફિલ્મનુ શૂટિંગ પુરી કરી લે છે. ઓછા ખર્ચે બનેલી તેની ફિલ્મો ખુબ કમાણી પણ કરે છે. માર્કેટમાં અક્ષયકુમારની ડિમાન્ડના કારણે પ્રૉડ્યૂસર્સ પણ તેને ફિલ્મમાં લેવા માટે એપ્રૉચ કરે છે. આવામાં અક્ષયકુમારે નિર્ણય કર્યો છે કે તે હવે વધુ ફી વસૂલશે.
(ફાઇલ તસવીર)
અક્ષયકુમાર અત્યાર સુધી ફિલ્મની ડિમાન્ડ પ્રમાણે ફી લેતો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અક્ષયની ફિલ્મ લક્ષ્મી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. ફિલ્મ કંઇક ખાસ કમાલ નથી કરી શકી. હવે આગામી વર્ષે અક્ષય એકસાથે 6 ફિલ્મો માટે તૈયાર છે.
કહેવાઇ રહ્યું છે કે અક્ષયકુમાર સૂર્યવંશી, બેલ બૉટમ, રામ સેતૂ, અતરંગી રે, બચ્ચન પાંડેમાં દેખાશે. આની સાથે તે બીજી કેટલીક ફિલ્મોના શૂટિંગમા પણ વ્યસ્ત રહેવાનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement