શોધખોળ કરો

Yodha: 'યોદ્ધા' એ બોક્સ ઓફીસ પર મચાવી ધમાલ, જાણો સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મે પહેલા દિવસે કેટલી કરી કમાણી

Yodha Box Office Collection Day 1: સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'યોદ્ધા' વિશે દર્શકોમાં ભારે ચર્ચા હતી. આખરે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અભિનેતાની આ ફિલ્મે લોકોના દિલ જીતી લીધા છે.

Yodha Box Office Collection Day 1: સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'યોદ્ધા' વિશે દર્શકોમાં ભારે ચર્ચા હતી. આખરે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અભિનેતાની આ ફિલ્મે લોકોના દિલ જીતી લીધા છે. 'યોદ્ધા'ને લઈને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે ફિલ્મની પહેલા દિવસની કમાણીના આંકડા પણ સામે આવ્યા છે.

View this post on Instagram
 
A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

'યોદ્ધા'એ આટલા કરોડની કમાણી કરી
શેરશાહ પછી સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એકવાર સ્ક્રીન પર ધમાકેદાર એક્શન કરતો જોવા મળશે. દર્શકોને સિદ્ધાર્થની એક્શન ખૂબ જ પસંદ આવી રહી છે. સિદ્ધાર્થની ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગઈ હતી. તો ચાલો જાણીએ ફિલ્મે તેના ઓપનિંગ ડે પર કેટલા કરોડનો બિઝનેસ કર્યો છે.

  • સેકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, યોદ્ધાએ તેની રિલીઝના પ્રથમ દિવસે 3.13 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
  • જોકે આ પ્રાથમિક આંકડા છે. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનના અંતિમ આંકડા આવતીકાલે સવાર સુધીમાં આવી જશે.
  • તમને જણાવી દઈએ કે બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર, ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહરે યોદ્ધાના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરતા કહ્યું હતું કે, ફિલ્મ પહેલા દિવસે 8,9 કે 10 કરોડ રૂપિયા સુધીનું કલેક્શન કરી શકે છે.

ફિલ્મની વાર્તા
આ ફિલ્મમાં એક યોદ્ધાની વાર્તા દર્શાવવામાં આવી છે જે વિમાનને હાઇજેક કરનાર આતંકવાદીઓ સામે લડે છે અને પ્લેનમાં હાજર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે પરત લાવે છે. સિધ્ધાર્થ મલ્હોત્રા આ યોદ્ધાના રોલમાં ધૂમ મચાવતો જોવા મળે છે, જે એક સૈનિકની ભૂમિકા ભજવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં દિશા પટણી પહેલીવાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવા જઈ રહી છે. આ બંને સિવાય રાશિ ખન્ના પણ યોદ્ધામાં મહત્વના રોલમાં જોવા મળશે.

અદા શર્મા અને સિદ્ધાર્થ વચ્ચે ટક્કર 
તમને જણાવી દઈએ કે અદા શર્માની ફિલ્મ બસ્તર બોક્સ ઓફિસ પર યોદ્ધા સાથે ટકરાઈ છે. બસ્તરને પણ ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દર્શકોને ફિલ્મની વાર્તા ખૂબ જ પસંદ આવી રહી છે. પરંતુ કમાણીના મામલામાં સિદ્ધાર્થની ફિલ્મ બસ્તર કરતા ઘણી આગળ છે. SACNILCના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'બક્સર ધ નક્સલ સ્ટોરી' એ તેના શરૂઆતના દિવસે માત્ર 18 લાખ રૂપિયાની કમાણી કરી છે. જોકે આ પ્રાથમિક આંકડા છે. સત્તાવાર ડેટા આવ્યા પછી આ બદલાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Embed widget