Shah Rukh Khanના બર્થ ડે પર યશ રાજ ફિલ્મ્સ કરશે ડબલ ધમાલ, આ રીતે ફેન્સને સરપ્રાઈઝ આપશે
શાહરૂખ ખાન ત્રણ દાયકાથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે. આ વર્ષે તે 2 નવેમ્બરે પોતાનો 57મો જન્મદિવસ ઉજવશે.
Pathan Teaser Release On Shah Rukh Khan Birthday: શાહરૂખ ખાન ત્રણ દાયકાથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે. આ વર્ષે તે 2 નવેમ્બરે પોતાનો 57મો જન્મદિવસ ઉજવશે. આ ખાસ અવસર પર યશ રાજ ફિલ્મ્સે કિંગ ખાનને ખૂબ જ ખાસ ભેટ આપવાનું મન બનાવી લીધું છે.
શાહરૂખ ખાન અને યશ રાજ ફિલ્મ્સનો સંબંધ ખુબ જ જુનો છે. આ વાતને ધ્યાનમાં રાખીને યશ રાજ ફિલ્મ્સે શાહરૂખના જન્મદિવસને ખાસ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. ચાલો જાણીએ કઈ છે તે ખાસ ભેટ શું છે અને યશ રાજ ફિલ્મ્સે શું આયોજન કર્યું છે.
યશ રાજ ફિલ્મ્સની ખાસ ભેટ
બોલિવૂડ હંગામાના સમાચાર મુજબ, શાહરૂખની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ'નું ટીઝર યશ રાજ ફિલ્મ્સ દ્વારા તેના જન્મદિવસ પર 2 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. શાહરૂખના ફેન્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે બીજી ભેટ તરીકે, યશ રાજ ફિલ્મ્સ 1995માં 20 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી શાહરૂખની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ને ફરીથી રિલીઝ કરશે.
27 વર્ષથી સતત ચાલી રહી છે DDLJ:
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની આ ફિલ્મ મુંબઈના મરાઠા મંદિરમાં 27 વર્ષથી સતત ચાલી રહી છે. જો કે, આ ફિલ્મ કોરોના મહામારીના સમય દરમિયાન ચાલતી ન હતી. અહેવાલો અનુસાર, 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. શાહરૂખના જન્મદિવસની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની હતી. આ સાથે જ આ બેનર હેઠળ 'પઠાણ' પણ બની રહી છે. 'પઠાણ'માં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ પોતાન જલવો બતાવતા જોવા મળશે.