શોધખોળ કરો
Advertisement
Box Office: વરૂણ ધવનની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ની આગળ ફીકી પડી કંગનાની ફિલ્મ ‘પંગા’, જાણો કેટલી કરી કમાણી
સ્ટ્રીટ ડાન્સર 3Dએ રિલીઝ થયાના ચાર દિવસમાં 45.88 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટર વરુણ ધવન અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3D બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. જ્યારે બીજી તરફ કંગના રનૌત સ્ટારર ફિલ્મ પંગાનું બોક્સ ઓફિસ નબળું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બન્ને એક સાથે રિલીઝ થઈ હતી.
સ્ટ્રીટ ડાન્સર 3Dએ રિલીઝ થયાના ચાર દિવસમાં 45.88 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે ફિલ્મ પંગા ચાર દિવસમાં માત્ર 16.56 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે. સ્ટ્રીટ ડાન્સર 3Dએ પ્રથમ દિવસે બમ્પર ઓપનિંગ કરતા 10.26 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 13.21 કરોડ અને ત્રીજા દિવસે 17.76 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે પોતાના પ્રથમ વિકેન્ડાં 41.23 કરોડની કમાણી કરી લીધી છે.
કંગના રનૌત સ્ટારર પંગા ફિલ્મની વાત કરીએ તો ફિલ્મે પ્રથમ દિવસે 2.70 કરોડની કમાણી કરી હતી. જો કે બાદમાં ફિલ્મે શનિવાર અને રવિવારે સારી કમાણી કરી હતી. શનિવારે 5.61 કરોડ રૂપિયા અને રવિવારે 6.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ રિલીઝના ચોથા દિવસે માત્ર 1.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે.#StreetDancer3D slips on Day 4... Decent hold in mass belt/single screens... Metros/multiplexes go downhill... Trending much lower than #ABCD2 [2015]... Fri 10.26 cr, Sat 13.21 cr, Sun 17.76 cr, Mon 4.65 cr. Total: ₹ 45.88 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) January 28, 2020
#Panga dips on Day 4... Was important to hold at Day 1 levels for a respectable Week 1 total... Unable to improve its BO prospects beyond select metros... Weak in mass circuits... Fri 2.70 cr, Sat 5.61 cr, Sun 6.60 cr, Mon 1.65 cr. Total: ₹ 16.56 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) January 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement