શોધખોળ કરો
Advertisement
'દારૂ'ના નશામાં ટલ્લી થઈ આ અભિનેત્રીએ રસ્તા પર મચાવ્યો હોબાળો, સાત વાહનોને મારી ટક્કર
નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ રૂહી સિંહે સોમવાર રાત્રે બાંદ્રામાં બનેલ એક રેસ્ટોરાંની બહાર જઈને ખૂબ હંગામો મચાવ્યો. તેની વિરૂદ્ધ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી છે. આ ઘટનાનાં ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, આ બનાવ સોમવારે વહેલી સવારે બન્યો હતો. 30 વર્ષીય રુહી શૈલેષકુમાર સિંઘે કથિત રીતે દારૂના નશામાં કાર હંકારી હતી અને સાત વાહનોને અડફેટે લીધા હતા.
પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે અકસ્માતમાં ત્રણ કાર અને ચાર બાઇકોને નુકસાન પહોંચ્યું છે, આ બનાવમાં કોઈને ઈજા પહોંચી નથી. આ અંગેનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રુહી પોલીસકર્મીઓ સાથે દલીલો કરી રહી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ તેની કાર પાસે પહોંચી હતી, ત્યારે રુહીએ તેમની સાથે ઉગ્ર દલીલો કરી હતી. વીડિયોમાં તેણી પોલીસકર્મીઓ પર મારપીટનો પણ આરોપ લગાવી રહી છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે અભિનેત્રી સામે પોલીસ સામે ગેરવર્તન અને દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પોલીસે રૂહીના બે મિત્રો રાહુલ સિંઘ અને સ્વપનિલ સિંઘની ધરપકડ કરી છે. તેમના પર પોલીસ સાથે મારપીટ કરવાનો આક્ષેપ છે. આ કેસમાં રૂહીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement