ચિત્રાંગદાએ જણાવ્યું કે તે સમયે નવાઝુદ્દીન પણ ત્યાં હાજર હતો. પણ તેને પણ ચિત્રાંગદાનાં પક્ષમાં કંઇજ ન કહ્યું, ચિત્રાંગદાએ કહ્યું કે, 'નવાઝ, ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી અને ફીમેલ પ્રોડ્યુસર બધા ત્યાં હાજર હતાં. કોઇએ મારો પક્ષ લીધો ન હતો. પણ જ્યારે ફિલ્મની પહેલી પ્રેસ કોન્ફરન્સ થઇ તો તેમને ખુબજ બેશરમીથી કહ્યું હતું કે, 'સારુ થયુ તે જતી રહી અમને એક સારી રિપ્લેસમેન્ટ મળી ગઇ.' ફિલ્મનાં પ્રમોશન દરમિયાન નવાઝે વધુ એક આપત્તિજનક સ્ટેટમેન્ટ આપ્યું તેણે કહ્યું કે, 'મે તો બે વખત મઝા કરી લીધી' આપને જણાવી દઇએ કે, ચિત્રાંગદાએ ફિલ્મમાંથી આઉટ થયા બાદ બિદિતા બાગે તેની જગ્યા લીધી હતી. અને આ ફિલ્મમાં તેનાં અને નવાઝનાં ઘણાં ઇન્ટિમેટ સિન્સ છે.
2/4
#MeToo મોમેન્ટને સમર્થન કરતાં ચિત્રાંગદાએ તે ફિલ્મનાં શૂટિંગ સમયે તેનો ભયાનક એક્સપીરિયન્સ શેર કર્યો હતો. સાથે જ ડિરેક્ટર કુશઆન નંદી પર ખોટી રીતે વર્તન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
3/4
મીડિયા સાથે વાત કરતાં ચિત્રાંગદાએ કહ્યું કે, જ્યારે હું ફિલ્મ માટે શૂટિંગ કરી રહી હતી તો તે અચાનક મારી પાસે એક સેક્સુઅલી એક્સાઇટ કરતો સીન લઇને આવ્યો અને કહ્યું આ સીન તારે નવાઝુદ્દીન સાથે કરવાનો છે, એમ કહીને ડિરેક્ટરે મને આદેશ આપ્યો. 'અપના પેટિકોટ ઉઠાઓ ઔર રગડો અપને આપકો' આવી રીતે કોણ વાત કરે છે? તે ખુબજ વાહિયાત હતું. મને ખુબજ ખાબ લાગ્યું હું તુરંત જ ત્યાંથી ચાલી ગઇ.
4/4
નવી દિલ્હીઃ બોલિવૂડની તમામ સેલિબ્રિટીઝ બાદ હવે ચિત્રાંગદા સિંહે પણ તનુશ્રી દત્તાનું સમર્થન કર્યું છે. તેની સાથે જ તેણે પોતાની સાથે થયેલ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે જે તેની સાથે ફિલ્મ બાબુમુશાય બંદૂકબાજના સેટ પર ઘટી હતી. કેટલાક અહેવાલ અનુસાર તેણે જણાવ્યું કે, ‘હું શૂટિંગ કરી રહી હીત ત્યારે અચાનક તેઓ એક રોમાન્ટિંક સીનનો વિચાર લઈને આવ્યે જે મારે નવાઝુદ્દીન સાથે કરવાનો હતો. તે ખૂબ જ ખરાબ રીત હતી. મને ખૂબ જ અપમાનજનક લાગ્યું, અને ત્યાંથી નીકળી ગઈ.’