કપિલે શો ઉપરાંત પોતાની તબિયત વિશે પણ વાત કરી. કપિલે કહ્યું, કેટલાક કારણોથી મારી તબિયત સારી નથી. જોકે, હાલમાં મે મારા સ્વાસ્થ્ય પર ખુબ જ ધ્યાન આપ્યું છે અને આમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે.
2/4
મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને ફિલ્મો સુધી કોમેડીના કારણે લોકોને હસાવનાર કોમેડિયન કપિલ શર્મા ફરી એક વખત ચર્ચામાં છે. કપિલ શર્મા ટીવી પડદે ફરી વાપસી કરવા જઈ રહ્યો છે. જે શોની સાથે કપિલ શર્મા વાપસી કરી રહ્યા છે તેનું નામ છે ધ કપિલ શર્મા શો. જેને લઈને કપિલે મહેનત કરવાનું શરૂ કરી દિધુ છે. કપિલ શર્માની તસવીર સામે આવી છે જેમાં તે એક્સરસાઈઝ કરતો જોવા મળી રહ્યો છે.
3/4
કપિલે વેબ પોર્ટલ પીપિંગ મૂન સાથે વાતચીતમાં કહ્યું કે, 'હું મારા ફેન્સને આશ્વસ્ત કરવા ઈચ્છું છું કે, હું ટૂંકમાં જ ધ કપિલ શર્મા શોની નવી સિરીઝ સાથે પરત ફરીશ. આ શો ફેન્સ પર ફરીથી તે છાપ છોડશે અને તેમનો પ્રેમ જ શોને આગળ વધારશે. જોકે, હાલમાં શોની પ્લાનિંગ સ્ટેજ પર છે.'
4/4
કપિલ શર્મા બીચ પર જોગિંગ કરતો જોવા મળ્યો હતો. કપિલ શર્માનું વજન ઘણું વધી ગયું છે અને હવે તે તેને ઘટાડવાની કોશિશ કરી રહ્યો છે.