શોધખોળ કરો
Advertisement
'દબંગ 3'ના આ એક્ટરને આવ્યો હાર્ટ એટેક, સલમાન ખાને કરી મદદ
દ્દીને ગોરેગાંવની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં પોતાની ફિલ્મ દબંગ-3ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાનની સાથે દબંગની દરેક સીરીઝમાં જોવા મળેલ એક્ટર દદ્દી પાંડેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. દદ્દીને હાર્ટ એકેટ શૂટિંગ સમયે આવ્યો ન હતો પરંતુ જેવી જ સલમાન ખાનને ખબર પડી કે દબંગમાં ગાડી ચલાવનાર પોલીસમેનની ભૂમિકા ભજવનાર એક્ટરને હાર્ટ એટેક આવ્યો છે તરત જ દિલદાર સલમાન ખાને તેની મદદ કરી હતી.
રિપોર્ટ અનુસાર દદ્દી સાથે આ ઘટના ફિલ્મના સેટ પર બની ન હતી પણ સલમાનને જ્યારે આ અંગે માહિતી મળી તે બધુ કામ પડતું મુકી તેની ટીમના એક સભ્યને મોકલ્યો હતો. સલમાન સતત તેની તબિયતની જાણકારી મેળવતો રહ્યો. સોશિયલ મીડિયા પર હાલ સલમાનની આ દિલદારીની ભરપેટ પ્રશંસા થઈ રહી છે.
અહેવાલ અનુસાર હાલમાં દદ્દી પાંડેની સ્થિતિ સુધારા પર છે. દદ્દીને ગોરેગાંવની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેને ટૂ્ંક સમયમાં હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement