શોધખોળ કરો
Advertisement
દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં 'સુપર 30' માટે રીતિક રોશનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
રીતિક રોશનને પોતાની ફિલ્મ સુપર 30માં શાનદાર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત પુરસ્કાર બેસ્ટ એક્ટરના એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યો છે.
મુંબઈ: હાલમાં જ મુંબઈમાં દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારાહોમાં રીતિક રોશનને પોતાની ફિલ્મ સુપર 30માં શાનદાર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત પુરસ્કાર બેસ્ટ એક્ટરના એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યો છે. સુપર 30 ફિલ્મમાં રીતિક રોશને બિહારના ગણિતજ્ઞ આનંદ કુમારની ભૂમિકા નિભાવી હતી.
રીતિક રોશને ફિલ્મ સુપર 30માં શાનદાર અભિનય કર્યો હતો. રીતિક રોશનની શિક્ષક આનંદ કુમારે પણ પ્રશંસા કરી હતી. આનંદ કુમારે રીતિકના વખાણ કરતા કહ્યું તેમને વિશ્વાસ નહોતો કે તેઓ સ્ક્રીન પર પોતાને જોઈ રહ્યા છે કે રીતિક રોશનને જોઈ રહ્યા છે.
રીતિક રોશને સુપર 30માં પોતાની ભૂમિકા સાથે સ્ક્રીન પર શાનદાર સ્ટોરી રજૂ કરી હતી. ફિલ્મના ડાયલોગ 'એક રાજા કા બેટા રાજા નહી બનેગા, રાજા વહી બનેગા જો હકદાર હોગા' ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.
રીતિક રોશન માટે વર્ષ 2019 ખાસ રહ્યું છે. રીતિક રોશનની ફિલ્મ વોર પણ સારી કમાણી કરી છે. ફિલ્મ વોર રીતિકની અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion