Dasara Box Office Collection: નાનીની ફિલ્મ 'દસરા'એ બોક્સ ઓફિસ પર કરી બમ્પર ઓપનિંગ, પહેલા દિવસે આટલા કરોડની કરી કમાણી
Dasara Box Office Collection: ચાહકો નાની સ્ટારર પેન ઈન્ડિયા ફિલ્મ 'દસરા'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી છે. ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન પણ શાનદાર રહ્યું છે.
Dasara Box Office Collection Day 1: દક્ષિણના સુપર સ્ટાર નાનીએ પાન ઈન્ડિયા ફિલ્મ 'દસરા' સાથે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમબેક કર્યું છે. 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી નાની સ્ટારર ફિલ્મે જોરદાર ઓપનિંગ કરી છે. નોંધનીય બાબત છે કે દક્ષિણ ભારતીય ફિલ્મ જોવા માટે પ્રથમ દિવસે જ પ્રેક્ષકો થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. પરિણામે 'દસરા'ની પ્રથમ દિવસની કમાણી પણ શાનદાર રહી છે. આવો જાણીએ કે શરૂઆતના દિવસે જ ટિકિટ બારી પર ફિલ્મે કેટલા કરોડ રૂપિયાની કમાણી કરી છે.
'દસરા'એ પહેલા દિવસે કેટલી કમાણી કરી?
'દસરા'માં નાની અને કીર્તિ સુરેશની રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી છે. નાનીની એક્ટિંગના ફેન્સ વખાણ કરી રહ્યા છે. કોઈ પણ તામઝામ વગર બનાવેલી આ ફિલ્મના દરેક સીન ખૂબ જ જોરદાર છે.
ફિલ્મ તેની પકડ ક્યાંય છોડતી નથી. ફિલ્મનો ફર્સ્ટ હાફ હોય કે ઈન્ટરવલ હોય કે પછી ક્લાઈમેક્સ દરેક સીન તમારા રૂવાટા ઊભા કરી દે તેવા છે. આ કારણથી 'દસરા'નો ક્રેઝ દર્શકોના માથા ઉપર હાવી થઈ રહ્યો છે.
દસરાએ પહેલા દિવસે જ રૂપિયા 17 કરોડની કરી કમાણી
આ દરમિયાન 'દસરા'ની પહેલા દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. સેકલિનના રિપોર્ટ અનુસાર નાનીની ફિલ્મે ઓપનિંગ ડે પર 17 કરોડનો બિઝનેસ કર્યો છે. આ આંકડાઓ ખૂબ જ અદભૂત છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ સપ્તાહના અંતે ખૂબ જ સારું કલેક્શન કરશે અને ટિકિટ વિન્ડો પર સાઉથની બીજી મોટી હિટની યાદીમાં સામેલ થશે.
'દુસરા'ની સ્ટાર કાસ્ટ
'દસરા'નું નિર્દેશન શ્રીકાંત ઓડેલાએ કર્યું છે. આ ફિલ્મ સામાજિક-આર્થિક સ્થિતિ, રાજકીય મહત્વાકાંક્ષા અને સિંગરેની કોલસાની ખાણોની સત્તા સંઘર્ષની અનોખી વાર્તા દર્શાવે છે. સુધાકર ચેરુકુરી અને શ્રીકાંત ચુંડી દ્વારા નિર્મિત, દસરામાં નાની, કીર્તિ સુરેશ, દીક્ષિત શેટ્ટી, શાઈન ટોમ ચાકો, સમુતિરકાની, સાઈ કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત સંતોષ નારાયણન દ્વારા આપવામાં આવ્યું છે અને તમામ ગીતો ખૂબ જ સરસ છે.
આ પણ વાંચો: Bholaa Box Office Collection: અજય દેવગનની 'ભોલા'એ કરી જોરદાર ઓપનિંગ, પહેલા દિવસે ખોલ્યું આટલા કરોડનું ખાતું
Bholaa Box Office Collection Day 1: અજય દેવગનની છેલ્લી રિલીઝ ફિલ્મ 'દ્રશ્યમ 2' એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો હતો. એ જ અજય ફરી એકવાર એક્શન-થ્રિલર ફિલ્મ 'ભોલા' સાથે રામ નવમીના અવસર પર સિનેમાઘરોમાં પહોંચ્યો. આ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા ખૂબ જ ધૂમ મચાવી રહી હતી અને 'ભોલા' ફિલ્મ પહેલા જ દિવસે દર્શકોને ખૂબ જ પસંદ આવી. 'ભોલા' બનેલા અજય દેવગનના અભિનયથી લઈને દિગ્દર્શન સુધીના તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. સમીક્ષકોએ ફિલ્મના ખૂબ વખાણ કર્યા છે. જ્યારે સોશિયલ મીડિયા પર લોકોએ 'ભોલા'ને પણ ફૂલ પૈસા વસૂલ ફિલ્મ ગણાવી છે. આ દરમિયાન ફિલ્મની શરૂઆતના દિવસની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. ચાલો જાણીએ કે અજય દેવગન અભિનીત ફિલ્મ 'ભોલા'એ પહેલા દિવસે ટિકિટ બારી પર કેટલા કરોડની કમાણી કરી?
'ભોલા'એ પહેલા દિવસે કેટલી કમાણી કરી?
અજય દેવગણે 'ભોલા'માં જોરદાર અભિનય કર્યો છે. જ્યારે તેણે આ ફિલ્મ દ્વારા ફરી એકવાર પોતાનું નિર્દેશન સાબિત કર્યું છે. ફિલ્મમાં અજયની સાથે તબ્બુને પણ 'ભોલા'ની જાન કહેવામાં આવી રહી છે અને ફરી એકવાર આ જોડીનો જાદુ પડદા પર ચાલવા લાગ્યો છે. એક્શન-થ્રિલર ફિલ્મે દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે.
તે જ સમયે ફિલ્મની કમાણીના પ્રથમ દિવસના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. જે મુજબ અજય દેવગનની ફિલ્મની ઓપનિંગ સારી રહી છે. કમાણીની વાત કરીએ તો સેકલિનના રિપોર્ટ અનુસાર, 'ભોલા'એ તેની રિલીઝના પહેલા દિવસે 11.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો કે તે અજયની છેલ્લી રિલીઝ 'દ્રશ્યમ 2'ના ઓપનિંગ કલેક્શન કરતાં ઓછું છે. 'દ્રશ્યમ 2' એ રિલીઝના પહેલા દિવસે 15.38 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. વીકએન્ડમાં ફિલ્મના કલેક્શનમાં વધુ ઉછાળો આવવાની મેકર્સ અપેક્ષા રાખે છે.
ભોલાની સ્ટાર કાસ્ટ
ભોલામાં અજય દેવગન અને તબ્બુ ઉપરાંત દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા, અમલા પોલ અને ગજરાજ રાવ સહિતના ઘણા કલાકારોએ અદભૂત અભિનય કર્યો છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ 'કૈથી'ની સત્તાવાર હિન્દી રિમેક છે.