મોડલ નિહાર પંડ્યા બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. નિહાર રાની લક્ષ્મી બાઈ પર બની રહેલી ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીથી ડેબ્યૂ કરી રહ્યો છે. નિહાર બાજીરાવ દ્વિતીયની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ રોલ માટે નિહારે માર્શલ આર્ટ્સ, હોર્સ રાઈડિંગ અને વેટ લિફ્ટિંગની ટ્રેનિંગ પણ લીધી છે. ફિલ્મ 25 જાન્યુઆરી,2019ના રિલીઝ થશે.
2/3
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ અને રણવીરસિંહના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે દીપિકાનો એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યાના પણ લગ્નની ખબર સામે આવી છે. રિપોર્ટ્સ મુજબ નિહાર પોતાનાથી 3 વર્ષ મોટી સિંગર નીતિ મોહન સાથે ફેબ્રુઆરી 2019માં લગ્ન કરશે. નિહાર અને નીતિ મોહન છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
3/3
રિપોર્ટ્સ મુજબ, મોડલિંગના દિવસોમાં નિહાર પંડ્યા દીપિકા પાદૂકોણનો બોયફ્રેન્ડ હતો. 2005માં બંનેની મુલાકાત એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. 3 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ દીપિકાએ નિહાર સાથે બ્રેકઅપ કર્યું હતું.