Watch: દિલ્લીવાસીઓને ટ્રાફિક સિગ્નલ તોડતાં રોકશે કરીના કપૂર!, ટ્રાફિક પોલીસનો વીડિયો થયો વાયરલ
ઘણીવાર એવું જોવા મળે છે કે પોલીસ તંત્ર બોલિવૂડની ફિલ્મો, ડાયલોગ્સ અને કોઈ સેલિબ્રીટીનો અલગ અંદાજમાં ઉપયોગ કરીને લોકોને જાગૃત કરવા માટે કામ કરે છે.
Delhi Police Traffic Rules Kareena Kapoor: ઘણીવાર એવું જોવા મળે છે કે પોલીસ તંત્ર બોલિવૂડની ફિલ્મો, ડાયલોગ્સ અને કોઈ સેલિબ્રીટીનો અલગ અંદાજમાં ઉપયોગ કરીને લોકોને જાગૃત કરવા માટે કામ કરે છે. આ વખતે આવું જ કંઈક દિલ્હી પોલીસે કર્યું છે. હાલમાં જ દિલ્હી પોલીસે એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. જેમાં હિન્દી ફિલ્મ કભી ખુશી કભી ગમની 'પૂ' એટલે કે કરીના કપૂર દિલ્હીના લોકોને લાલ બત્તીના નિયમો તોડવા બદલ રોકતી જોવા મળી રહી છે. આવો જાણીએ આ વીડિયો પાછળનું સત્ય શું છે કરીના કઈ રીતે દિલ્હીવાસીઓને ટ્રાફિક સિગ્નલ તોડતાં રોકી રહી છે.
કરીના કપૂર લોકોને કઈ રીતે રોકશે?
તાજેતરમાં જ દિલ્હી પોલીસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેજ ગતિએ જતી એક કાર જાય છે. તે પછી, ટ્રાફિક સિગ્નલ લાઇટમાં, કરીના કપૂર કહેતી જોવા મળે છે કે આ કોણ છે જેણે મને પાછું વળીને જોયું નથી. આ ડાયલોગ કરીના કપૂરની સુપરહિટ ફિલ્મ કભી ખુશી કભી ગમનો છે. જે આ એડિટેડ વીડિયો જોતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Who's that traffic violator?
Poo likes attention, so do the traffic lights !#RoadSafety#SaturdayVibes pic.twitter.com/ZeCJfJigcb— Delhi Police (@DelhiPolice) July 16, 2022
દિલ્હી પોલીસની આ રીત રસપ્રદઃ
ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દિલ્હી પોલીસની આ રીત ખુબ જ રસપ્રદ છે. દિલ્હી પોલીસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે દિલ્હી પોલીસ તરફથી બોલિવૂડની થીમ પર આવું ટ્વિટ કરવામાં આવ્યું હોય. ભૂતકાળમાં અનેક વખત દિલ્હી પોલીસે આ રીતે બોલીવુડ ફિલ્મોના ડાયલોગ્સ અને ફોટોનો ઉપગોય કરીને લોકોમાં જાગૃતિ લાવતા સંદેશ આપ્યા છે.