શોધખોળ કરો
Advertisement
દિયા મિર્ઝા એક દિકરીના પિતા સાથે કરવા જઈ રહી છે બીજા લગ્ન, લોકડાઉનમાં આવ્યા હતા એકબીજાની નજીક, જાણો કોણ છે વૈભવ રેખી
દિયા મિર્ઝાએ 2014માં સાહિલ સંગા સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન પાંચ વર્ષ સુધી ચાલ્યા હતા
મુંબઈ: ફિલ્મ ‘રહના હૈ તેરે દિલ મે’થી બોલિવૂડમાં કેરિયરની શરુઆત કરનારી અભિનેત્રી દિયા મિર્ઝા બીજા લગ્ન કરવા જઈ રહી છે. એબીપી ન્યૂઝના સૂત્રો અનુસાર દિયા મિર્ઝાના લગ્ન 15 ફેબ્રુઆરી મુંબઈમાં થશે. દિયા મિર્ઝા બિઝનેસમેન વૈભવ રેખી સાથે બીજા લગ્ન કરશે.
ઉલ્લેખનીય છે કે, દિયા મિર્ઝાએ 2014માં સાહિલ સંગા સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન પાંચ વર્ષ સુધી ચાલ્યા હતા. પરંતુ 2019માં દિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી તેમાં તેણે જાહેર કર્યું હતું કે, સાહિલ અને તે બન્ને અલગ થઈ ગયા છે. તેણે લખ્યું કે, અમે બન્નએ 11 વર્ષ જૂના રિલેશનને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. દિયા સાહિલ સાથે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવતી હતી.
રિપોર્ટ અનુસાર દિયા મિર્ઝા અને વૈભવ રેખી લગ્ન બન્નેના પરિવારના કેટલાક લોકોની હાજરીમાં થશે. લગ્નના તમા રિતિ રિવાજો લો પ્રોફાઈન અંદાજમાં નિભાવવામાં આવશે.
કોણ છે વૈભવ રેખી ?
વૈભવ રેખી એક સફળ બિઝનેસમેન છે. તે બાંદ્રાના પાલી હિલમાં રહે છે. દિયાની જે તેનું પણ તલાક થઈ ગયું છે અને તેની એક પુત્રી પણ છે. વૈભવે પ્રથમ લગ્ન યોગા ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાખે કર્યા હતા.
રિપોર્ટ અનુસાર વૈભવ અને દિયા લૉકડાઉન દરમિયાન નજીક આવ્યા હતા. બન્નેને સાથે ઘણો ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળ્યો હતો. તેઓ લાંબા સમય સુધી મિત્ર તરીકે એકબીજાને ઓળખતા રહ્યાં અને હવે તે બન્ને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion