Google પર સર્ચ કરીને બિમારીનો ઈલાજ કરતા લોકો માટે આ ડોક્ટરે તોડ શોધ્યો, લોકોએ કરી મજેદાર કોમેન્ટ
થોડાક શબ્દો ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી મળતી માહિતીએ લોકોને ઘણું બધું શીખવી દીધું છે. આવી જ રીતે લોકો જાતે ડોક્ટર પણ બની રહ્યા છે.
થોડાક શબ્દો ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી મળતી માહિતીએ લોકોને ઘણું બધું શીખવી દીધું છે. આવી જ રીતે લોકો જાતે ડોક્ટર પણ બની રહ્યા છે. જો શરીરમાં થોડો ફેરફાર થાય કે કોઈ રોગ દેખાય તો મોટા ભાગના લોકો નેટ પર સર્ચ કરીને પોતે રોગને સમજવાની કોશિશ કરે છે અને બની શકે તો જાતે જ સારવાર કરી લેતા હોય છે. આવા ઈન્ટરનેટિયા ડોકટરો માટે, એક ડોકટરે તેમના OPD ચાર્જ અલગ-અલગ રાખ્યા છે. ડૉક્ટરની ફીની આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો ફની રિએક્શન આપી રહ્યા છે અને એ પણ સ્વીકારી રહ્યા છે કે તેઓ ડૉક્ટરને વારંવાર એવા સવાલો પૂછે છે જે તેમણે નેટ પર વાંચ્યા છે.
જાતે ડોક્ટર બનતા લોકો માટે અલગ ફીઃ
વાયરલ થઈ રહેલા OPD ચાર્જની ચાર્ટમાં 5 અલગ-અલગ ચાર્જ લખેલા છે, જેમાં પ્રથમ ફી એ છે કે જો ડોક્ટર તમારી તપાસ કરે અને પછી તમારી સારવાર કરે તો તેની ફી 200 રૂપિયા હશે. જો ડૉક્ટર પાસે તપાસ કર્યા પછી, દર્દી પોતાના ઈંટરનેટના જ્ઞાન પ્રમાણે સારવાર માટે કહે તો ફી 500 રૂપિયા રહેશે. દરમિયાન, જો તમે Google પરથી આ રોગ વિશેના પ્રશ્નો વાંચો અને જવાબ આપો, તો તેની ફી અલગથી હશે, જે સીધી 1 હજાર રૂપિયા હશે. આનાથી આગળની ફી વધુ મજાની છે. જો દર્દીને તેના રોગ વિશે નેટ પરથી વાંચીને ખબર પડી જાય અને પછી સારવાર લીધી હોય તો તેની ફી રૂ. 1500 થશે. પછી જો કોઈ દર્દી પોતે પણ રોગ જણાવે, પોતે જ સારવાર લે, પછી ડોક્ટરના શરણમાં આવે તો તેવા દર્દીની સારવારની ફી રૂ. 2 હજાર થશે. આ રસપ્રદ ફી ચાર્ટ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.
This doctor gets it totally right!!! pic.twitter.com/iW9Ou8UVwO
— Gaurav Dalmia (@gdalmiathinks) June 1, 2022
લોકોએ મજેદાર પ્રતિક્રિયાઓ આપીઃ
ડોક્ટરની ઓપીડી તપાસની ફીનું આ માળખું વાયરલ થયા બાદ લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોએ એવું માની લીધું છે કે, તેઓ ડૉક્ટર પાસે જતાં પહેલાં ઘણી વાર નેટ પર બધું સર્ચ કરે છે અને પછી ડૉક્ટરની સામે તે માહિતીનો ઉલ્લેખ કરે છે. કેટલાક યુઝર્સે લખ્યું કે, 'ડૉક્ટરનું સન્માન કરવું જોઈએ.' આ ફી ચાર્ટમાં, ગુગલના ચાર્જ લોકોને સૌથી વધુ પસંદ આવી રહ્યા છે.