Bollywood News નેશનલ અવોર્ડ મેળવ્યા બાદ પણ આ અભિનેતાને ન હતી મળતી ફિલ્મ,આ એક્ટ્રેસની એન્ટ્રીએ અપાવી સફળતા
બોલિવૂડમાં એક સમય એવો પણ હતો જ્યારે અભિનય પ્રતિભાની સાથે કલાકારના લૂકને વધુ પ્રાધાન્ય અપાતું અને આ જ કારણે કેટલાક પ્રતિભાશાળી અભિનેતાઓને પણ કામ માટે સંઘર્ષ કરવો પડતો હતો.
Bollywood News:બોલિવૂડના આ કલાકાર માટે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવું સરળ નહોતું. કોઈપણ અભિનેત્રી તેની સાથે કામ કરવા માંગતી ન હતી પરંતુ આ અભિનેત્રીએ તેની સાથે કામ કરીને તેનું ભાગ્ય બદલી નાખ્યું.
બોલિવૂડમાં તમારી અલગ ઓળખ બનાવવા માટે માત્ર અભિનય પૂરતો નથી. આ માટે, લૂક્સથી માંડીને ફીજીક સુધી આપને સંપૂર્ણ એક્ટર જેવું દેખાવવું પણ જરૂરી છે. આજકાલ બોલિવૂડમાં ટેલેન્ટને વધુ મહત્વ આપવામાં આવે છે પરંતુ એક સમય એવો હતો જ્યારે માત્ર ટેલેન્ટ હોવું પૂરતું ન હતું. તમારો દેખાવ ઘણો મહત્વનો હતો. અમે 60-70 ના દાયકાની વાત કરી રહ્યા છીએ. આ દાયકામાં ઘણા કલાકારો અભિનેતા બન્યા, પરંતુ માત્ર અભિનય જ નહીં દેખાવ પર પણ ઘણું કામ કરવું પડ્યું. તે દાયકામાં એક એવો અભિનેતા હતો જેને તેના રંગના કારણે ફિલ્મો મળતી ન હતી. અહીં વાત મિથુન ચક્રવર્તીની થઇ રહી છે.
મિથુન ચક્રવર્તીએ મૃગયા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની પ્રથમ ફિલ્મ જ શાનદાર હતી. પોતાના અભિનયથી મિથુને વિવેચકોની સાથે સાથે દર્શકો પર પણ પોતાની છાપ છોડી. મિથુન ચક્રવર્તીને તેમની પ્રથમ ફિલ્મમાં જ શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
નેશનલ એવોર્ડ પછી પણ ન હતું મળતું કામ
મિથુન ચક્રવર્તીને જ્યારે નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે તેણે વિચાર્યું હતું કે, તેની પાસે ફિલ્મોની લાઇન હશે પરંતુ તેવું ન થયું. મિથુન ચક્રવર્તીને એવોર્ડ બાદ લાંબા સમય સુધી કોઇ ઓફર ન મળી.તેમણે સતત રિઝેકશનનો સામનો કરવો પડ્યો હતો.
અભિનેત્રીઓએ સાથે કામ કરવાની ના પાડતી હતી
મિથુન ચક્રવર્તીએ પોતાના જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના માટે સ્ટાર બનવું આસાન નહોતું. તેના કાળા રંગના કારણે તેને ઘણો રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે તે સમયે કોઈપણ અભિનેત્રી તેની સાથે કામ કરવા માંગતી ન હતી કારણ કે તેના રંગને કારણે. પરંતુ પછી એક અભિનેત્રીનો પ્રવેશ થયો અને તેનું આખું જીવન બદલાઈ ગયું.
ઝીનત અમાને મિથુન ચક્રવર્તીનું જીવન બદલી નાખ્યું
તે સમયની તે એકમાત્ર અભિનેત્રી હતી જેણે મિથુન ચક્રવર્તી સાથે કામ કરવા માટે હા પાડી હતી. મિથુને ઝીનત સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. મિથુનની ઝીનત સાથેની તમામ ફિલ્મો હિટ સાબિત થઈ હતી. આ પછી મિથુન ચક્રવર્તીએ પોતાના કરિયરમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે તે ઈન્ડસ્ટ્રીમાં અલગ સ્થાન પર છે. જેના સુધી પહોંચવું દરેક માટે સરળ નથી.