શોધખોળ કરો
‘ગોલ્ડ’ અને ‘સત્યમેવ જયતે’ ફિલ્મે પ્રથમ દિવસેજ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે બનાવ્યો આ રેકોર્ડ

1/3

મુંબઈ: અક્ષય કુમારની ‘ગોલ્ડ’ અને જૉન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરતા રેકોર્ડ તોડ કમાણી કરી લીધી છે. ઓપનિંગ કલેક્શન મામલે આ બન્ને ફિલ્મોએ વર્ષ 2018ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં ટોપ ફાઈવમાં શામેલ થઈ ગઈ છે.
2/3

બોક્સ ઓફિસ પર કમાણીના મામલે અક્ષય કુમારની ‘ગોલ્ડ’ ફિલ્મે 25.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે જૉન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ એ 20.52 કરોડ રૂપિયાની ધમાકેદાર ઓપનિંગ કરી છે. તેની સાથે આ વર્ષે રિલીઝ થયેલી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમા ‘ગોલ્ડ’ ત્રીજા અને ‘સત્યમેવ જયતે’ પાંચમાં નંબર પર આવી ગઈ છે. કલેક્શનના આ આંકડા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ દ્વારા જાણકારી આપી હતી.
3/3

ટૉપ પાંચમાં સૌથી વધુ કમાણી કરનારી બોલીવૂડ ફિલ્મોની વાત કરીએ તો આ યાદીમાં પ્રથમ નંબરે રણબીર કપૂરની ફિલ્મ સંજૂ છે જેણે પ્રથમ દિવસે 34.75 કરોડ રૂપિયાની જબરજસ્ત કમાણી કરી હતી ત્યાર બાદ રેસ-3(29.17 કરોડ), ત્રીજા નંબરે ગોલ્ડ(25.25), ચોથા નંબરે બાગી-2 (25.10 કરોડ) અને પાંચમાં નંબરે જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે(20.52 કરોડ) છે.
Published at : 16 Aug 2018 05:00 PM (IST)
Tags :
John Abrahamવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
Advertisement
