શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Forbes 2019: ટીવી સ્ટાર્સમાં કપિલ શર્મા બન્યો સૌથી વધુ કમાણી કરનારો સેલિબ્રિટી
ફોર્બ્સે કમાણી અને લોકપ્રિયતાના મામલામાં ટોપ પર રહેનારા 100 સેલેબ્સની યાદી જાહેર કરી છે. આ વર્ષે 2019ની આ યાદીમાં બોલીવૂડથી લઈને ટીવી સ્ટાર્સ સુધીના નામ સામેલ છે.
![Forbes 2019: ટીવી સ્ટાર્સમાં કપિલ શર્મા બન્યો સૌથી વધુ કમાણી કરનારો સેલિબ્રિટી Forbes 2019 kapil sharma tv celebrity top highest paid Forbes 2019: ટીવી સ્ટાર્સમાં કપિલ શર્મા બન્યો સૌથી વધુ કમાણી કરનારો સેલિબ્રિટી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/20185900/kapil.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: હાલમાં જ ફોર્બ્સે કમાણી અને લોકપ્રિયતાના મામલામાં ટોપ પર રહેનારા 100 સેલેબ્સની યાદી જાહેર કરી છે. આ વર્ષે 2019ની આ યાદીમાં બોલીવૂડથી લઈને ટીવી સ્ટાર્સ સુધીના નામ સામેલ છે. બોલીવૂડમાં સૌથી કમાણી કરનાર સ્ટાર અક્ષય કુમાર છે પરંતુ લોકપ્રિયતાના મામલામાં વિરાટ કોહલી કરતા પાછળ છે. એટલે તે આ યાદીમાં બીજા ક્રમે છે. તેની વાર્ષિક કમાણી 293 કરોડ રૂપિયા છે.
કૉમેડિયન કપિલ શર્માનું નામ આ યાદીમાં સામેલ છે. કપિલને આ યાદીમાં 53મું સ્થાન મળ્યું છે. કપિલ ખૂબ જ લોકપ્રિય છે અને તેની વાર્ષિક કમાણી 34.03 કરોડ રૂપિયા છે. આ સાથે જ કપિલ શર્મા ટીવીમાં સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સમાં નંબર વન પર આવી ગયો છે.
આ યાદીમાં દિવ્યાંકા ત્રિપાઠીનું નામ 79માં સ્થાન પર છે. દિવ્યાંકાની વાર્ષિક કમાણી 1.46 કરોડ રૂપિયા છે. સીરિયલ યે હૈ મોહબ્બતેથી જાણીતી દિવ્યાંકાનું 2018ની યાદીમાં 92માં સ્થાન પર હતી. દિવ્યાંકાએ સીરિયલ સિવાય વેબ સીરીઝમાં પણ કામ કર્યું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)