શોધખોળ કરો
ગર્લફ્રેન્ડની એક ઇચ્છા પૂરી કરવા પ્રેમીએ કર્યું એવું કામ કે જાણીને લોકો સ્તબ્ધ રહી ગયા
પ્રેમની દિવાનગીમાં ચકચૂર એક પ્રેમીએ તેમની ગર્લફ્રેન્ડની ઇચ્છા પુરી કરવા માટે એવું પગલું ભર્યું કે, જાણીને સૌ કોઇ દંગ રહી ગયા. શું છે ઘટના જાણીએ...

બિહાર:ગર્લફ્રન્ડની ઇચ્છા પૂરી કરવા માટે અહીં પ્રેમી કિડનેપર બની ગયો. ઘટના બિહારના હાજીપુરના જઢૂઆ બજારની છે. અહીં ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં બાળક જોઇતું હતું. ગર્લફ્રેન્ડની ઇચ્છા પુરી કરવા માટે પ્રેમી કિડનેપર બની ગયો અને બાળકનું અપહરણ કરી લીધું. હાજીપુરની જઢૂઆમાં બર્ગરની દુકાન ધરાવતા બાળકનું પ્રેમીએ અપહરણ કર્યું હતું. 4 મહિના પહેલા બાળકને કિડનેપ કરવામાં આવ્યું હતું.
પ્રેમીએ આ બર્ગરની દુકાન પરથી જ દુકાનદારના દીકરાનું અપહરણ કરીને પ્રેમિકાને ગિફ્ટમાં આપી દીધું. પ્રેમિકા પરણિત છે પરંતુ તે તેમના પતિને છોડી ચૂકી છે. આ બંનેની દોસ્તી થઇ અને દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થઇ. પ્રેમિકાએ બાળકની ઇચ્છા વ્યક્ત કરતા પ્રેમમાં પાગલ બોયફ્રેન્ડે જઢૂઆ માર્કેટના બર્ગરના દુકાનદારના દીકરાને ઉઢાવી લીધું અને ગર્લફ્રેન્ડે ગિફ્ટ કરી દીધું.
ચાર મહિના બાદ બને વચ્ચે વિવાદ થતાં બાળકના અપહરણનો ભાંડો ફૂટી ગયો. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરીને બાળકને તેમના માતા-પિતાને સોંપી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
