ગોવિંદા અને સુનિતાએ 6 મહિના પહેલા ફાઇલ કરી હતી ડિવોર્સની અરજી, પત્નીએ એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે કર્યો આ ખુલાસો
Bollywood News: ગોવિંદાથી છૂટાછેડાના સમાચાર વચ્ચે, સુનિતાએ એક્સ્ટ્રા મેરિટલ અફેર પર કહ્યું, હું જાહેરમાં હાથ જોડીને બોલું છું. છોકરીઓ અને પત્નીઓએ જિંદગીમાં....

Bollywood News:90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદાના છૂટાછેડાને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પત્ની સુનીતાએ અલગ થવા માટે 6 મહિના પહેલા જ અરજી કરી હતી અને કેસ સાથે જોડાયેલા કાયદાકીય દસ્તાવેજો પણ મોકલ્યા હતા. . દરમિયાન, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, દંપતીના વકીલ અને પારિવારિક મિત્ર લલિત બિંદલે પુષ્ટિ કરી હતી કે, દંપતીએ 6 મહિના પહેલા છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો હતો. પરંતુ તેણે કહ્યું કે હવે દંપતી વચ્ચે બધું બરાબર છે. જો કે, આ બધાની વચ્ચે, સુનીતા આહુજાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હોટરફ્લાય સાથે વાત કરતી વખતે એક્સ્ટ્રા મેરિટલ અફેર પર અનફિલ્ટર મંતવ્યો આપતી જોવા મળે છે.
એક્સ્ટ્રા મેરિટલ અફેર અંગે સુનિતા કહે છે કે, હું જાહેરમાં હાથ જોડીને બોલું છું. કયારેય એવું ન કહેશો કે મારો પતિ કોઇ બહાર અફેર કરતો નથી એ જ્યારે કરશે ત્યારે એટલું ખરાબ રીતે કરશે કે તમને તેને પછી જિંદગીથી કાઢી શકશો નહિ. તમારી જિંદગી નીકળી જશે પરંતુ તે જશે નહિ.ગોવિંદાની રોમેન્ટિક સાઇટ પર ટિપ્પણી કરતી વખતે સુનીતા આહુજાએ કહ્યું, " હું ઇચ્છુ છું કે, તે આગામી જીવનમાં મારો પતિ ન બને. હું એવો હસબન્ડ ઇચ્છતી હતી જે મારી જોડે રજા પર વેકેશન એન્જોય કરે, ગોલગપ્પા ખાય. પણ ગોવિંદા એટલો મોટો સેલેબ્રિટિ છે કે તે મારી જોડે શેરીમાં ઉભી ગોલગપ્પા ન ખાઇ શકે. મને એક પણ ઘટના યાદ નથી જ્યારે અમે બંને સાથે ફિલ્મ જોવા ગયા હતા."
આ પણ વાંચો
Chhaava Collection: 'છાવા' ની બૉક્સ ઓફિસ ધમાલ યથાવત, 400 કરોડ ક્લબથી માત્ર આટલી દૂર, જાણો કુલ કમાણી
Ideas of India 2025: 'લાપતા લેડીઝ' ને કેમ ન મળ્યો ઓસ્કર એવોર્ડ ? આમિર ખાને જણાવ્યું કારણ

