શોધખોળ કરો
ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુને સાઉથના આ સુપરસ્ટારે ગિફ્ટ કરી BMW કાર, જાણો વિગત
ભારતની સ્ટાર શટલર પી.વી સિંધુએ હાલમાંજ બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી છે.
હૈદરાબાદ: ભારતની સ્ટાર શટલર પી.વી સિંધુએ હાલમાંજ બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી છે. આ જીત માટે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુને પી.વી સિંધુને એક મોઘીદાટ કાર ભેટમાં આપી હતી.
નાગાર્જુને ચીફ નેશનલ કોચ પી. ગોપીચંદની હાજરીમાં હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટૂડિયોમાં પીવી સિંધુને BMW X5 SUV કાર ગિફ્ટ કરી હતી. આ કારની કિંમત 73 લાખ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જ્યારે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો ત્યારે સચિન તેંડુલકરે તેમને આ કંપનીની કાર ગિફ્ટ કરી હતી.
નાગાર્જુને કહ્યું, “આવા લોકોનું સન્માન કરવું એ સન્માનની વાત છે. હું પણ ગોપી પુલેચંદને અભિનંદન આપું છું, જેમના પ્રયત્નોથી આવા ખેલાડીઓ બને છે. ઉપરાંત હું તેમના માતાપિતા પી.વી. રમન્ના અને પી વિજયને પણ દેશને આવા અદભૂત ખેલાડી આપવા બદલ અભિનંદન આપું છું.”
પી.વી.સિંધુએ કહ્યું કે,“ એવરગ્રીન સુપરસ્ટાર નાગાર્જુન સર અને ગોપી અન્નાની હાજરીમાં ભેટ લેવી એ મારા માટે એક ખાસ અનુભવ છે. હું ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવવા માટે તમામ પ્રયાસો કરીશ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement